ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
લસણના પાકની લણણી અને સંગ્રહ
સામાન્ય રીતે લસણના વાવેતર પછી 120 થી 150 દિવસમાં તેની લણણી કરવામાં આવે છે. ઠંડા હવામાનમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પાક તૈયાર થવામાં થોડો વધુ સમય લાગે છે. લણણી યોગ્ય પાક કેવી રીતે ઓળખવો? લસણની ગાંઠનો પૂર્ણ વિકાસ થયા પછી પાંદડાનો વિકાસ રોકાઈ જાય છે. તેના પાંદડા પીળા પડે છે તેમજ ઉપરનો ભાગ સુકાઈ જાય છે. ગાંઠનો જમીન નજીકનો ભાગ પોચો પડ્યા પછી તેના પાંદડા જમીન પર પડી જાય છે. પછી લસણની નાની ગાંઠ તૈયાર થાય છે, જેને ‘લસણ ફાટવો’ એવું કહેવાય છે. • લસણની લણણી તેના પાંદડા પૂર્ણ રીતે સુકાતા પહેલા કરવી. લસણની લણણી નાની કોદાળી અથવા ખુરપિયાથી કરવી • કોદાળી અથવા ખુરપિયાથી ગાંઠો કાઢતી વખતે જો કેટલીક ગાંઠો ફૂટી ગઈ હોય તો તે અલગ કરવી. તેમ જ નાની ગાંઠો પણ અલગ કરવી. • લણણી કરેલા લસણનાં પાંદડા ભીના હોય ત્યારે 20 થી 30 સરખા આકારની ઝૂડીઓ કરીને પાંદડાથી ચોટલી બાંધવી જોઇએ. પછી આવી ઝૂડીઓ ઝાડની નીચે અથવા ચારે બાજુથી ખુલ્લી અગાશી પર 10 થી 15 દિવસ સુધી સૂકવવી જોઈએ. કેટલાક ખેડૂતો પાંદડાથી ચોટલી નથી બાંધતા પણ ઝૂડીને ગાંઠોની થોડી ઉપરની બાજુ પર મજબુતીથી બાંધીને પાંદડા ખુલ્લા રાખે છે. તેઓ આ ઝૂડીઓ ઝાડની નીચે સૂકવે છે અને પછી સંગ્રહ ગૃહમાં મુકે છે અને ચારે તરફથી માટી લગાડીને રાખે છે. આવી સ્થિતિમાં લસણ 10 થી 15 દિવસ સુધી ખેતરમાં સૂકવવામાં આવે છે. પછી સુકવેલા પાંદડા કાપીને ગાંઠો અલગ પાડીને થેલીઓમાં ભરીને વેચવા માટે મોકલે છે. સંગ્રહ
લસણની માંગ ડુંગળી પ્રમાણે આખા વર્ષ દરમ્યાન હોય છે. જો કે, લસણનું ઉત્પાદન માત્ર રવિ સીઝનમાં જ થઈ શકે છે. તેથી લસણ આખું વર્ષ પૂરું પાડવા માટે સાચવી રાખવું પડે છે. તેથી, લસણનો સંગ્રહ કરવા માટે સારી જાતોની પસંદગી કરવી જોઈએ. ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર દ્વારા સારી સંગ્રહ ક્ષમતા વાળી ભીમા ઓમકાર અને ભીમા પર્પલ એવી બે લસણની જાતો વિકસિત કરી છે. • લણણી પછી લસણની ગાંઠો અલગ પાડીને ઝૂડીઓ બાંધીને સુકવવી જોઈએ અને પછી જ તેનો સંગ્રહ કરવી જોઈએ. • સંગ્રહ કરવા માટે હવાદાર જગ્યા પસંદ કરવી જોઈએ. ડુંગળીના મેડાની જેમ જ લસણના સંગ્રહ માટે સંગ્રહ ગૃહની રચના હોવી જોઈએ. • લસણને ચોટલી બાંધીને વાંસ પર રાખવાથી તે વધુ સારી રીતે ટકે છેે. જો ઉત્પાદન વધુ હોય તો વાંસ પર ઓછો લસણ ગોઠવી શકાય છે. આવા સમયે જમીન પર 3 થી 4 ફુટ પહોળાઇ અને 4 ફુટ ઊંચાઈ ધરાવતા ગોળાકાર લસણના ઢગલા બનાવવામાં આવે છે. ઢગલા બનાવતી વખતે પાયાનો ભાગ 4 ફૂટ અને ઉપરનો ભાગ ૩ ફૂટનો બનાવવો જેથી ઢગલો પડી જાય નહિ. લસણની ગાંઠોનો ભાગ બહારની બાજુએ અને પાંદડાનો ભાગ અંદરની બાજુએ રાખીને ઢગલો કરવી, આવી રીતે ઝૂડીઓ એક ઉપર એક મુકવી. બે ઢગલીઓ વચ્ચે ફરી શકાય તેટલું અંતર રાખવું જેથી હવાની અવર જવર થઇ શકે. સંગ્રહ પૂર્વે સંગ્રહ ગૃહમાં કાર્બેનડાઝીમનો છંટકાવ કરવો. • આ પદ્ધતિથી લસણની જાળવણી કરવાથી તે 5 થી 6 મહિના સુધી ટકી શકે છે. શૈલેન્દ્ર ગાડગે (ડુંગળી અને લસણ સંશોધન નિયામકની કચેરી, રાજગુરુનગર જી. પુણે) એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર એક્સીલેન્સ 26 ડીસેમ્બર
142
1
સંબંધિત લેખ