AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લઘુતમ ટેકાના ભાવથી ઘઉંની ખરીદી કરો અરજી છેલ્લી તારીખ છે નજીક !
એમએસપી ન્યુઝTV 9 ગુજરાતી
લઘુતમ ટેકાના ભાવથી ઘઉંની ખરીદી કરો અરજી છેલ્લી તારીખ છે નજીક !
⚖️ ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન 2022-23માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટેના ભાવ સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ ₹2015 એટલે કે પ્રતિ મણ ₹403 નક્કી કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરવામાં આવશે. રાજ્ય સરકારને લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્યકક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ પૂરવઠા નિગમના ગોડાઉન ખાતે તા.02/03/2022થી તા. 31/03/2022 સુધી કરવામાં આવશે. ⚖️ જરૂરી પુરાવા : 1️⃣ આધાર કાર્ડની નકલ 2️⃣ અદ્યતન ગામ નમૂનો- 7, 12, 8-અ ની નકલ 3️⃣ ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો 4️⃣ પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક ⚖️ રાજ્યમાં ઘઉં પકવતા ખેડુતો કે જેઓ પોતાનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હોય તેઓએ ઓનલાઇન નોંધણી કરાવવી ફરજીયાત હોઈ, આ માટે સંબંધિત ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે. ⚖️ નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવાનો રહેશે. ખેડૂતોએ નોંધણી માટે VCE કે ગોડાઉન કક્ષાએ કોઇ પણ રકમ ચુકવવાની રહેતી નથી એટલે કે ખેડૂતો માટે ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા સંપૂર્ણ રીતે વિના મૂલ્યે કરવામાં આવે છે. સંદર્ભ : TV 9 ગુજરાતી. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
7
4