ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
લક્ષ્મીના વરદાન સમાન ખેતી
📱આજકાલ ભણેલા ગણેલા વ્યક્તિઓ પણ વ્હાઈટ કોલર જોબ છોડી ખેતીવાડી તરફ વળી રહ્યા છે. આધુનિક ટેક્નોલોજી અને વિજ્ઞાનના સહારે જો ખેતી કરવામાં આવે તો મોસમના મારથી બચી શકાય છે એટલું જ નહીં પરંતુ સાથે સાથે લખપતિ 💰અને કરોડપતિ પણ બની શકાય છે.
🌳ખેતીની 🤔વાત નીકળી છે તો આજે એક એવી ખેતીનો આઇડિયા આપી રહ્યા છીએ જેના ફળ દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત છે અને સાથે સાથે તમને તગડી 😍કમાણી પણ કરાવી શકે છે. આ ફળ એટલે રોઝ એપલ છે. તેનું ઝાડ 15 મીટર સુધી ઊંચુ હોય છે. તેમાં સુગંધિત ફૂલ થાય છે જે સામાન્ય રીતે લીલા અને સફેદ રંગના હોય છે. રોજ એપલ જોવામાં નાસપતિ જેવા લાગે છે. તેની ત્વચા ખૂબ જ પાતળી હોય છે. આને ગુજરાતીમાં લાલ જાંબુ પણ કહેવાય છે.
🌳આ ફળ રસદાર અને મીઠું છે હો. તે સ્વાદમાં નાસપતિ, સફરજન અને ગુલાબ જળ આ ત્રણેયને ભેગા કરીને ખાવામાં આવે તેવો લાગે છે. આ રોઝ એપલ ખેડૂતો માટે આર્થિક વરદાન સાબિત થઈ શકે છે. રોઝ એપલના ઝાડને 15થી 38 ડીગ્રી સેલ્સિયસ વચ્ચે ઉગાડી શકાય છે. રોઝ એપલના ઝાડને🌳 પૂરતો સૂર્ય પ્રકાશ પણ મલવો જોઈએ. તેમજ તેના છોડ વચ્ચે યોગ્ય અંતર હોવું. આ ફળને ત્યારે જ ચૂંટવામાં આવે છે જ્યારે તે પૂર્ણરુપે પાકી જાય. કારણ એકવાર ઝાડ પરથી ઉતારી લીધા પછી તે આગળ પાકતા નથી.
🌳સામાન્ય રીતે એક પરિપક્વ 🌳ઝાડ દર વર્ષે લગભગ 150થી 300 કિલોગ્રામ ફળ આપી શકે છે. આ ઝોડને વાવ્યા પછી 1 વર્ષ બાદ તે ફળ આપવાનું શરું કરે છે. બજારમાં એક કિલોગ્રામ રોઝ એપલની કિંમત 200 રુપિયા છે જેના પરથી અંદાજ આવી શકે છે કે જો એક એકરના ખેતરમાં આ ઝાડ વાવવામાં આવે તો વર્ષે લાખો રુપિયાની કમાણી નક્કી છે.
🌳રોઝ એપલનો ઉપયોગ મિઠાઈ, જામ અને જેલી જેવી વિભિન્ન પ્રોડક્ટ બનાવવા, તેના રસનો ઉપયોગ વિનેગર બનાવવા, સુગંધિત ચિકિત્સા, પરફ્યૂમ અને અન્ય 😍સુગંધિત ઉત્પાદનો માટે કરવામાં આવે છે. આ ઉપરાંત તેના ઝાડનું લાકડું પણ ખૂબ મજબૂત હોય છે જેથી ફળ આપવાનું બંધ કર્યા બાદ તેને વેચીને પણ તગડી 😍કમાણી થઈ શકે છે.
👉સંદર્ભ : Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!