હવામાન ની જાણકારીOnly You
રોહિણી નક્ષત્રમાં આંધી-વંટોળ 24 મે થી 4 જુન સુધીમાં વરસાદ?
🌧 ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉનાળામાં રહી શકે છે ચોમાસા જેવો માહોલ, 24મેથી 4 જુન સુધી હવાનું હળવું દબાણ સર્જાશે.
🌧 હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેઓની અંદાજા મુજબ રોહિણી નક્ષત્રમાં વરસાદ પડી શકે છે. દેશમાં આંધી-વંટોળ સાથે વરસાદની શકયતા હોવાનો મત તેમણે વ્યક્ત કરતાં કહ્યું છે કે 24મેના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. 24મેથી 4 જુન સુધી હવાનું હળવું દબાણ સર્જાશે અને જેમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરરસે.
🌧 24 મેની આસપાસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.
🌧 ગુજરાતમાં 10 જૂન બાદ ચોમાસુ દસ્તક દેશે. આ વખતે ચોમાસું આંદામાન-નિકોબાર સુધી પહોંચી ગયું છે. જૂન મહિનાના પ્રારંભે પ્રિ-મોન્સૂન એક્ટિવ થશે. કેરળમાં પણ ચોમાસુ વહેલું આવી જશે. કેરળમાં નિયત સમય 1 જૂન કરતા 5 દિવસ વહેલા ચોમાસું આવશે.
સંદર્ભ : Only You.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો