AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રોટાવેટર : ખેડૂતો માટે ઉપયોગી આધુનિક ખેતઓજાર !
કૃષિ યાંત્રિકીકરણદિવ્ય ભાસ્કર
રોટાવેટર : ખેડૂતો માટે ઉપયોગી આધુનિક ખેતઓજાર !
ભારતમાં ખૂબ જ લોકપ્રિય બનેલા ખેતી ઓજારો/ યંત્રોમાં ટ્રેક્ટર, એમ.બી.પ્લાઉ, ડિસ્ક પ્લાઉ, હેરો, ઓટોમેટિક સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ, રપિર, કમ્બાઇન હાર્વેસ્ટર, થ્રેશર વગેરેનો સમાવેશ થાય છે. આજકાલ જાગૃત ખેડૂતો રોટરી ટીલરનું મહત્વ સમજતા થયા છે. ખેડૂતો માટે રોટાવેટર ખૂબ જ ઉપયોગી આધુનિક ખેત ઓજાર છે. પાકોની કાપણી બાદ નવા પાકોના વાવેતર માટે જમીનનો ભેજ જળવાઇ રહે તે માટે ખૂબ જ ઓછા સમયમાં રવી પાકની વાવણી કરી શકાય તે માટે જમીનને ઓછા સમયમાં તૈયાર કરતું, ટ્રેક્ટરથી ચાલતું સાધન રોટરી ટીલર વિકસાવવામાં આવેલ છે. ગુજરાતમાં આ સાધન સબસીડીને પણ પાત્ર છે. રોટરી ટીલરએ રોટાવેટર કે કૃષિ વેટર તરીકે ઓળખાય છે. રોટરી ટીલર ટ્રેક્ટરના પી.ટી.ઓ. શાફટ દ્રારા ગીઅર બોક્ષ મારફત ગતિ મેળવે છે. રોટરી શાફટ પર લગાવેલ એલ આકારની બ્લેડોની ગતિ રોટરી પ્રકારની હોવાથી આ સાધનને રોટરી ટીલર કહેવામાં આવે છે. રોટરી ટીલર એક જ વખતમાં ૬ ઇંચ સુધીની ખેડ સારી રીતે કરી શકે છે. જમીનને ભરભરી કરીને વાવેતર માટે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરી દે છે. આ સાધન અંદાજે ૧૮૦ કિ.ગ્રા. કે વધુ વજનનું હોય છે. રોટરી ટીલરને ૧૫-૨૦ સે.મી. ઊંડાઇએ ચલાવવા માટે ટ્રેક્ટરની ઝડપ ૪-૯ કિ.મી. પ્રતિ કલાકની રાખવી પડે છે અને રોટરી શાફટની ઝડપ ૧૪૦-૩૦૦ આર.પી.ઓ.એમ. હોય છે. આ સાધનની અંદાજિત કિંમત રૂ. ૬૦ થી ૯૦ હજાર સુધીની હોય છે. ( જો કે, હાલ ભાવ અને ઘણા નવા રોટાવેટર આવ્યા છે તો આ માહિતી માં ફેરફાર હોઈ શકે ) રોટરી ટીલરજમીનને ખેડીને વાવણી માટે તૈયાર કરવા ઉપયોગી જમીનને વાવણી માટે ખેડીને તૈયાર કરવી, નીંદણને દૂર કરવું તથા સેન્દ્રિય કે રાસાયણિક ખાતરને જમીનમાં યોગ્ય રીતે ભેળવવા માટે રોટરી ટીલર ખૂબ જ ઉપયોગી સાધન છે. પાકની વાવણીથી માંડીને લણણી સુધીના વિવિધ પ્રકારના ખેતી કાર્યોમાં જમીનને ખેડીને વાવણી માટે તૈયાર કરવી તે વધારે મહત્વનું ખેતી કાર્ય છે. કારણ કે કુલ ખેતી હિસ્સો અંદાજે ૩૫ થી ૪૦ ટકા જેટલો રહેલો છે. આપણા દેશમાં જમીનને વાવણી માટે તૈયાર કરવા સામાન્ય રીતે હળ, દાંતી કે રાપથી ત્રણથી વધુ વખત ખેડ કરવામાં આવે છે. આમ જમીન તૈયાર કરવાનો ખર્ચ વધારે થાય છે તથા બે-ત્રણ વખત ખેડ કરવી પડતી હોય સમય ખૂબ જ બગડે છે. તેમાં પણ જો કોઇ એક પાકની કાપણી પછી બીજા પાકને તરત જ વાવવાનો હોય ત્યારે જમીનને ખેડીને વાવણી માટે તૈયાર કરી શકાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : દિવ્ય ભાસ્કર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
21
7
અન્ય લેખો