AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રોજ 7 રૂપિયા બચાવીને દર મહિને કરો 5000 રૂપિયાની કમાણી ! સરકારની છે શાનદાર સ્કીમ !
યોજના અને સબસીડીGSTV
રોજ 7 રૂપિયા બચાવીને દર મહિને કરો 5000 રૂપિયાની કમાણી ! સરકારની છે શાનદાર સ્કીમ !
રોજ 7 રૂપિયા બચાવીને દર મહિને કરો 5000 રૂપિયાની કમાણી ! સરકારની છે શાનદાર સ્કીમ ! અટલ પેન્શન યોજના એ સરકાર દ્વારા સંચાલિત સફળ પેન્શન યોજના છે. આ યોજનાનું સંચાલન વીમા નિયમનકાર PFRDA દ્વારા કરવામાં આવે છે. આ યોજના ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે છે. આ યોજના પર, ભારત સરકાર પેન્શનથી સંબંધિત તમામ લાભો માટેની ગેરેન્ટી આપે છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય અને મહિને 5000 રૂપિયા પેન્શન મેળવવું હોય તો તમે આ યોજના સાથે જોડાઇ શકો છો. 18 વર્ષથી વધુ અને 40 વર્ષ સુધી ઉંમરની કોઈપણ આ યોજના લઈ શકે છે. આ યોજના હેઠળ રોકાણ ઓછામાં ઓછા 20 વર્ષ સુધી ચાલુ રાખવું પડશે. સૌથી અગત્યની વાત એ છે કે APY યોજના માટે તમારી પાસે એક બેંક ખાતું હોવું જોઈએ જે આધાર સાથે લિંક હોવુ જરૂરી છે. એસબીઆઈ અને ખાનગી ક્ષેત્રની બેંકો પણ અટલ પેન્શન યોજના નું ખાતુ ખોલી રહી છે. દર મહિને 5000 રૂપિયા પેન્શન મળશે જેમ અમે જણાવ્યું હતું કે આ યોજના અસંગઠિત ક્ષેત્રના લોકો માટે છે, જે કમાણી વધુ નથી હોતી , 60 વર્ષ પછી તેમનો ખર્ચ કેવી રીતે નીકળશે તે વિચારીને જ આ યોજના લાવવામાં આવી છે. આ યોજનાનો લાભ ફક્ત ઇનકમટેક્સ સ્લેબની બહારના લોકો જ મેળવી શકે છે. અટલ પેન્શન યોજનામાં (APY) દર મહિને ઓછામાં ઓછું 1000 રૂપિયા અને વધુમાં વધુ 5000 રૂપિયા પેન્શન મેળવી શકાય છે. જો તમારી ઉંમર 18 વર્ષ છે, તો પછી તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. તેમાં રોકાણ કરેલી રકમ ઉંમર પ્રમાણે બદલાય છે. જેટલું વહેલું તમે રોકાણ કરવાનું શરૂ કરો તેટલું ઓછું યોગદાન આપવું પડશે. વિચાર કરો કે જો તમે 18 વર્ષમાં રોકાણ કરવાનું શરૂ કરો છો, તો 5000 રૂપિયાના માસિક પેન્શન માટે, તમારે દર મહિને 210 રૂપિયા જમા કરાવવા પડશે, એટલે કે દિવસના 7 રૂપિયા. જો તમે 30 વર્ષમાં આ યોજનામાં રોકાણનો પ્રારંભ કરો છો, તો તમારે દર મહિને 577 રૂપિયા ચૂકવવા પડશે અને જો તમારી ઉંમર 39 વર્ષ છે, તો તમારે દર મહિને 1318 રૂપિયા ચૂકવવા પડશે. ઉમર પ્રમાણે નક્કી થશે યોગદાન 18 વર્ષની ઉંમરે રોકાણ શરૂ કરવા પર દર મહિને યોગદાન 210 રૂપિયા વાર્ષિક યોગદાન 2520 રૂપિયા 42 વર્ષમાં યોગદાન 105840 રૂપિયા પેન્શન 5000 રૂપિયા નૉમિનીને મળશે 8.5 લાખ 25 વર્ષની ઉંમરે રોકાણ શરૂ કરવા પર દર મહિને યોગદાન 376 રૂપિયા વાર્ષિક યોગદાન 4512 રૂપિયા 35 વર્ષમાં યોગદાન 157920 રૂપિયા પેન્શન 5000 રૂપિયા નૉમિનીને મળશે 8.5 લાખ જો કોઈ અટલ પેન્શન યોજના (APY) માં અચાનક મૃત્યુ પામે છે, તો તમારા પરિવારને ફાયદો થાય છે. કોઈ વ્યક્તિના મૃત્યુ પર, તેની પત્નીને અને પત્નીના મૃત્યુ પર બાળકોને પેન્શન મળે છે. લોકડાઉનમાં, APY તરફનું વલણ ઝડપથી વધી રહ્યું છે. પીએફઆરડીએ અનુસાર, 31 માર્ચ 2021 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન રાષ્ટ્રીય પેન્શન યોજના અને અટલ પેન્શન યોજના જેવી યોજનાઓના ખાતાધારકોની સંખ્યા 23 ટકા વધી 4.24 કરોડ થઈ છે. અટલ પેન્શન યોજનાના ખાતાધારકોની સંખ્યામાં લગભગ 33 ટકાનો વધારો થયો છે અને તેમાં 77 લાખથી વધુ નવા ગ્રાહકો જોડાયા છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
14
8
અન્ય લેખો