AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રોજ કરો ૩૩૩ રૂપિયાનું રોકાણ, તૈયાર થશે 16 લાખનું ફંડ !!
સમાચારએગ્રોસ્ટાર
રોજ કરો ૩૩૩ રૂપિયાનું રોકાણ, તૈયાર થશે 16 લાખનું ફંડ !!
📢 દિન-પ્રતિદિન મોંઘવારી વધતી જાય છે. આવામાં પગારદાર અને મધ્યમ વર્ગના લોકો માટે રોકાણ કરવું ક્યારેય સરળ નથી. આ સ્થિતીમાં નાની રકમ સાથે રોકાણ કરવું એક સારુ ઓપ્શન હોય શકે છે. પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ અથવા આરડી સ્કીમ એક શ્રેષ્ઠ ઓપ્શન બની શકે છે. આ રિકરિંગ ડિપોઝિટના નામે પણ ઓળખાય છે. આરડી સ્કીમની ખાસ વાત એ છે કે તેમાં તમારે દર મહિને રોકાણ કરવાનું હોય છે. જેના દ્વારા તમે દર મહિને ૧૦,૦૦૦ રૂપિયા એટલે કે, રોજ ૩૩૩ રૂપિયાના રોકાણ સાથે ૧૦ વર્ષમાં એક મોટું ફંડ તૈયાર કરી શકો છો. 👉ગમે તેટલું કરી શકો છો રોકાણ :- પોસ્ટ ઓફિસની આરડીમાં ૧૦ વર્ષથી વધારે ઉંમરના કોઈપણ બાળક અથવા પુખ્ત વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. આ યોજના સરકારની ગેરંટી યોજનાની સાથે આવે છે. 👉પાંચ વર્ષમાં મેચ્યોર થાય છે આરડી :- પોસ્ટ ઓફિસમાં આરડી એકાઉન્ટ ખોલ્યાના પાંચ વર્ષ બાદ અથવા ૬૦ વર્ષમાં મેચ્યોર થાય છે. આ આરડીને તમે ૧૦ વર્ષ સુધી વધારી શકો છો. જોકે, એક જમાકર્તા ત્રણ વર્ષ બાદ આરડી એકાઉન્ટને બંધ કરી શકે છે અથવા એકાઉન્ટ ખોલાવ્યાના એક વર્ષ બાદ ૫૦ ટકા સુધી લોન લઈ શકે છે. જો ખાતુ સંપૂર્ણ રતે બંધ થઈ જાય છે, ભલે એની મેચ્યોરિટીના એક દિવસ પહેલા જ થઈ જાય તો તેના પર પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટની જેમ વ્યાજ મળશે. પોસ્ટ ઓફિસના આરડી એકાઉન્ટ પૈસા જમા કરાવ્યા વિના પણ ૫ વર્ષ સુધી ચાલું રાખી શકાય છે. 👉કેવી રીતે મળશે ૧૬ લાખ રૂપિયા :- જો તમે દર મહિને પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં ૧૦ હજાર રૂપિયા દર મહિને રોકાણ કરો છો, તો તમે ૧૦ વર્ષ બાદ ૫.८ ટકાના વ્યાજ દર પર ૧૬ લાખ રૂપિયાથી પણ વધારે મદદ મળશે.10 વર્ષમાં તમારી કુલ જમા ૧૨ લાખ રૂપિયા થશે અને અનુમાનિત રૂપથી તમને ૪.૨૬ લાખ રૂપિયા રિટર્ન મળશે. આ પ્રકારે મેચ્યોરિટી પર તમને કુલ ૧૬.૨૬ લાખ રૂપિયા મળશે. તેમાં જમા પૈસા પર વ્યાજ ત્રિમાસિક લગાવવામાં આવશે. દર ત્રિમાસિકના અંતે તમારા એકાઉન્ટમાં જોડી દેવામાં આવશે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
2
અન્ય લેખો