AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રોજના 7 રૂપિયાનું રોકાણ અને મહિને ₹5,000 નું પેંશન મેળવો ! જાણો આવી સરકારની દમદાર સ્કીમ વિષે !
સમાચારન્યૂઝ18 ગુજરાતી
રોજના 7 રૂપિયાનું રોકાણ અને મહિને ₹5,000 નું પેંશન મેળવો ! જાણો આવી સરકારની દમદાર સ્કીમ વિષે !
👉 વૃદ્ધાવસ્થામાં મરણમૂડી સાથે વળતર પણ મળી રહે તે માટે સરકારે અટલ પેંશન યોજનાનો પ્રારંભ કર્યો હતો. પ્રારંભિક તબક્કે આ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને સમાવવાનો હેતુ હતો, જોકે તેમાં જેની પાસે બેંક ખાતું હોય તેવા 18થી 40 વર્ષના કોઈપણ વ્યક્તિ લાભ લઈ શકે છે. આ યોજનાનો પ્રારંભ 2015માં કરાયો હતો. અટલ પેંશન યોજના અંતર્ગત 60 વર્ષ બાદ થાપણદારોને પેંશન મળવા લાગે છે. આ યોજનામાં પેંશનની રકમ રોકાણ અને ઉંમર ઉપર આધારિત રહે છે. યોજનામાં તમે ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ 5000 રૂપિયાનું પેંશન મળી શકે છે. યોજનાનો લાભ લેવો હોય તો બચત ખાતા, આધાર નંબર અને મોબાઈલ નંબરની જરૂર રહે છે. જેટલા જલ્દી જોડાવ, એટલો વધુ લાભ 👉 અટલ પેંશન યોજનામાં જેટલા જલ્દી જોડાવ તેટલો વધુ લાભ થાય છે. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉમરમાં જ અટલ પેંશન યોજનામાં નોંધણી કરાવે, તો તેણે 60 વર્ષે રૂ. 5000નું પેંશન મેળવવા દર મહિને રૂ. 210 જમા કરાવવા પડશે. એટલે કે, દરરોજ રૂ. 7 જમા કરાવવાના રહે. દર મહિને રૂ. 1000નું પેંશન મેળવવા દર મહિને રૂ. 42 જયારે રૂ. 2000નું પેંશન મેળવવા રૂ. 84 જમા કરાવવા પડશે. રૂ. 3000 અને રૂ. 4000ના પેંશન માટે અનુક્રમે રૂ. 126 અને રૂ. 168 જમા કરાવવાના રહેશે. આવી રીતે થશે ટ્રાન્જેક્શન 👉 અટલ પેંશન યોજના માટે થયેલા ટ્રાન્જેક્શનની જાણકારી મેળવવા માટે APY મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આ ઉપરાંત NPS લાઈટ એપનો ઉપયોગ પણ કરી શકાય છે. APYના ગ્રાહક પાસે છેલ્લા 5 ટ્રાન્જેક્શન ચેક કરવા કોઈ ફી વસુલવામાં આવતી નથી. ટ્રાન્જેક્શન સ્ટેટમેન્ટ અને E-PRAN પણ જાણી શકાય છે. જેના માટે એનએસડીએલ, સીઆરએની વેબસાઈટને ખોલવી પડશે. જ્યાં તમને PRAN અને બચત ખાતાની વિગતોની જરૂર રહેશે. PRANના હોય તો? 👉 જો તમારી પાસે પીઆરએએન નંબર ન હોય તો તમે નામ, ખાતા નંબર અને જન્મ તારીખનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત ઉમંગ એપ દ્વારા પણ વિગતો જાણી શકાય છે. 👉 સંદર્ભ :ન્યૂઝ18 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
35
7
અન્ય લેખો