AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રેવન્યુ રેકર્ડ શું છે અને તેનો શું છે ઉદ્દેશ? ભાગ - 1
કૃષિ વાર્તાઅબતક મીડિયા
રેવન્યુ રેકર્ડ શું છે અને તેનો શું છે ઉદ્દેશ? ભાગ - 1
👉 રેવન્યુ રેકર્ડ એટલે કે હકકપત્રક બાબતે વિવિધ માન્યતાઓ પ્રવર્તે છે. રેકર્ડ ઓફ રાઈટ બાબતે સૌપ્રથમ વાર ભારતસરકારે સને 1897માં વિચારેલ તે પાછળનો હેતુ માત્ર જમીનની આકારણી બાબતે તેને જોડવા પુરતો હતો. ત્યારબાદ સને 1903 માં આ બાબતેનો કાયદો ઘડવામાં આવ્યો. ત્યારબાદ જે તે કાયદો રદ કરી 1913 માં લેન્ડ રેવન્યુ કોડમાં હકકપત્રક બાબતેની જોગવાઈઓ પ્રકરણ 10(એ)માં દાખલ કરવામાં આવેલ છે. હકકપત્રક પાછળ જમીનના એક ભાગ માટે હકક અને જવાબદારીનું વિગતવાર રેકર્ડ ગામ-તલાટી દ્વારા રાખવામાં આવેલ છે. 👉 હક્કપત્રક એટલે કે, 'ગરીબ તથા નબળા વર્ગના લોકો માટે પોતાના હકકના રક્ષણ માટે લડવાનું મુખ્ય સાધન છે.’ 👉 હકકપત્રકના નમુના-6, 7/12 વગેરે બ્રિટિશ સમયથી દાખલ કરાયેલ હકકપત્રકો છે. હકકપત્રકમાં માલિક શબ્દનો કયાંય ઉલ્લેખ નથી, પરંતુ જે ખેતીજમીનના કબ્જેદાર હોય છે તેનું નામ નોંધાય છે. હકકપત્રકનો મુખ્ય ઉદેશ નિરક્ષર ખેડૂતોના હકકોની સલામતી અને સ્થિરતા છે. ગામ દફ્તરે નોંધ થયેલ હોવાથી છેતરપીંડી અને બનાવટના બનાવો અટકે છે અને વિશેષમાં સરકારે મહેસૂલ લેણુ ચોકકસ જમીન અંગે કોની પાસેથી વસુલવાનું છે તેનો મુખ્ય આધાર છે. 👉 પરંતુ આજકાલ કોઈપણ વ્યક્તિની જમીનને તકરારી બનાવવા માટેનું રેવન્યુ રેકર્ડ સાધન બની ગઈ હોય તેવું પ્રવર્તમાન પરિસ્થિતિ જોતા અનુભવાયેલ છે. કારણ કે કોઈપણ રેવન્યુ રેકર્ડની એન્ટ્રીમાં નજીકના વારસદારો કે જેઓએ ભુતકાળમાં નોંધણીથી કે નોંધણી વગર તેના હકકો જતા કરેલ હોય તે વ્યક્તિઓ સમય વીત્યા બાદ વાસ્તવિક કબજેદાર અને હકક ધરાવનાર વ્યકિતની નોંધ બાબતે વાંધાઓ નોંધાવા આગળ આવે છે અને મિલકતો તકરારી બનાવવા પ્રયત્નશીલ બને છે. 👉 રેવન્યુ રેકર્ડમાં બોગસ વાંધા લેનારને ખ્યાલ છે કે સિવિલ કોર્ટોમાં કામનું ભારણ વધારે છે અને કરોડો કેસ પેન્ડીંગ છે તે સંજોગોમાં તેઓ રેવન્યુ રેકર્ડમાં વાહીયાત વાંધાઓ આગળ ધરી વાસ્તવિક માલિક તથા કબજેદારને વર્ષો સુધી મામલતદારથી માંડી તમામ રેવન્યુ ઓથોરીટી સમક્ષની કાનુની કાર્યવાહીમાં ધકેલી દે છે અને ઉત્તરોત્તર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની સફર કરાવી, કાંડુ મરડી પોતાનો અંતિમ હેતુ સિધ્ધ કરે છે. અને વાસ્તવિક માલિકે બ્લેકમેઈલીંગનું ભોગ બનવું પડે છે. 👉 વધુ માહિતી આવતા અંકમાં...... 👉 વધુ માહિતી જાણવા માટે કૃષિ જ્ઞાન ને ફોલો કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : અબતક મીડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
10
4