AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નઈ ખેતી, નયા કિસાનદિવ્ય ભાસ્કર
રેતાળ જમીનમાં સફળતાપૂર્વક બાગાયતી ખેતી, કાજુ સહિતનાં ફળો પકાવી 30 લાખની આવક !
ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો પથ્થરમાંથી પણ પાણી કાઢવા માટે જાણીતા છે, ત્યારે મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના પ્રયોગશીલ અને પ્રગતિશીલ ખેડૂતે રેતાળ જમીનમાં કાજુની બાગાયતી ખેતી કરીને મબલખ આવક ઊભી કરી છે. રેતાળ જમીન હોવા છતાં ખેડૂતો લીંબુ, દાડમ, સરગવો, ડ્રેગન ફ્રૂટ્સ જેવાં નવીનતમ પાક વાવીને આવક રળી રહ્યા છે. ત્યારે હળવદના શિવપુરના 68 વર્ષના ખેડૂતે ગોવાથી કાજુના રોપા મગાવી અઢી વીઘા જમીનમાં સફળતાપૂર્વક કાજુ ઉછેરી વીઘે 35થી 40 હજારની કમાણી શરૂ કરી છે, સાથે જ પોતાની 60 વીઘા જમીનમાં બાગાયતી ખેતી કરીને વર્ષે 30 લાખની મબલખ આવક ઊભી કરી છે. વધુ માહિતી જાણીયે આ ખાસ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : દિવ્ય ભાસ્કર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
12
2