સમાચારએગ્રોસ્ટાર
રૂ.૪૫૯૦ મેળવો દરમહિને
👉અગત્યની બાબતો :
- યોજનાનો લાભ લેવા માટે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે.
- આ સ્કીમનો લાભ લેવા અરજી ફોર્મ ભરો. અથવા સત્તાવાર વેબસાઈટ પરથી પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરો.
- તમારે ૨ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ આપવાના રહેશે.
- આઈડી પ્રૂફ માટે આધાર કાર્ડ/ પાસપોર્ટ/ મતદાર કાર્ડ/ ડ્રાઈવિંગ લાઈસન્સમાંથી કોઈપણ એક ઓળખપત્ર આપવાનું રહેશે.
- વ્યક્તિએ નોમિનીનું નામ પણ આપવું જોઈએ.
- આ ખાતું ખોલવા માટે જરૂરી ઓછામાં ઓછા ૧૦૦૦ રૂ.છે, જે રોકડ અથવા ચેક દ્વારા ચૂકવી શકાય છે. વધારે માહિતી તમને નજીકની પોસ્ટ ઓફિસમાંથી પણ મળી શક્શે.
👉કેટલી રકમ જમા કરી શકાય ?
જો તમારું ખાતું સિંગલ છે તો તમે વધુમાં વધુ રૂ. ૪.૫ લાખ સુધી રકમ જમા કરાવી શકો છો. તે જ સમયે, સંયુક્ત ખાતામાં મહત્તમ ૯ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. આ યોજનામાં બાળકોના નામે ખાતું પણ ખોલવામાં આવી શકાય છે. જો કે, આ માટે માતાપિતા અથવા વાલીએ તેની સંભાળ લેવી પડશે. પછીથી, જ્યારે બાળક ૧૦ વર્ષની ઉંમરે પહોંચે છે, ત્યારે તે પોતે જ એકાઉન્ટ ચલાવી શકે છે.
👉કેવી રીતે ૫ હજાર આ યોજના હેઠળ મેળવી શકાય?
આ યોજનામાં રોકાણ પર ૬.૬% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જો તમે એક જ ખાતા હેઠળ રૂ. ૪.૫ લાખનું રોકાણ કરો છો, તો હવે તમને વર્તમાન વ્યાજના દર પ્રમાણે વાર્ષિક રૂ. ૨૯૭૦૦ મળશે. બીજી બાજુ, જો તમે સંયુક્ત ખાતા હેઠળ ૯ લાખનું રોકાણ કરો છો, તો તમને ૫૯,૪૦૦ વર્ષનું વ્યાજ મળશે. એટલે કે, દર મહિને ૪,૯૫૦ રૂપિયાનું વળતર મળવાપાત્ર થાય.
👉પાકતી મુદત :
આ યોજના માટે પાકતી મુદત ૫ વર્ષ સુધીની છે. ૫ વર્ષ પછી તમે ફરીથી આ યોજનામાં તમારી મૂડી રોકાણ કરી શકો છો.
👉ધ્યાનમાં રાખવાની બાબત :
પાકતી મુદત પહેલાં તમારે નાણાં પાછા લેવા હોય, તો આ સુવિધા તમને એકાઉન્ટને ૧ વર્ષ પૂર્ણ થવા પર મળે છે. એકાઉન્ટ ખોલવાની તારીખથી ૧ વર્ષથી ૩ વર્ષ જૂનું એકાઉન્ટ થવા પર તેમાં જમા કરેલી રકમમાંથી ૨% બાદ કરીને બાકીની રકમ પાછી મેળવી શકાય છે. જો તમારું એકાઉન્ટ ૩ વર્ષથી વધુ જૂનું છે, તો તમને તેમાં જમા થયેલ રકમના ૧% કાપીને બાકીની રકમ તમને પાછી આપી દેવામાં આવે છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.