સમાચારએગ્રોસ્ટાર
૫૦ રૂ.ના રોકાણ પર મળશે લાખો નું રિટર્ન !!
📢લોકો છેતરપિંડી ના ડરથી કોઈપણ યોજનામાં રોકાણ કરવાથી ખચકાતા હોય છે પરંતુ કેટલાક લોકો એવા છે જે રોકાણ કરવા માંગે છે પરંતુ તેમની પાસે રોકાણ કરવા માટે મોટી રકમ નથી. અહીં અમે આ બંને પ્રકારના લોકોની સમસ્યાઓ દૂર કરીએ છીએ. આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં રોકાણ કરવું સલામત છે અને તેના રોકાણ પર પ્રતિ દિવસ માત્ર ૫૦ રૂપિયા ખર્ચ થશે. આ સરકારી યોજનાનું નામ છે ગ્રામ સુરક્ષા યોજના. આ અંતર્ગત તમે ૩૫ લાખ સુધીનું જંગી રિટર્ન મેળવી શકો છો.
📢શું છે સરકારની ગ્રામ સુરક્ષા યોજના :-
ઈન્ડિયા પોસ્ટની આ સરકારી યોજનામાં રોકાણ કરવું એકદમ સલામત છે. તે તમને નાના રોકાણમાં મોટો નફો આપશે. તમે આ સ્કીમમાં રોકાણ કરીને પૈસા બચાવી શકો છો. સરકાર પોસ્ટ ઓફિસના રૂરલ પોસ્લ લાઇફ ઇન્શ્યોરન્સ સ્કીમ્સ કાર્યક્રમ હેઠળ આ અદ્ભુત યોજના લાવી છે. જો આ સ્કીમ ચલાવવા દરમિયાન રોકાણકારનું મૃત્યુ થાય છે, તો તેના પૈસા તેના નોમિનીને આપવામાં આવશે.
📢રોકાણ માટેની શરતો શું છે?
૧૯ વર્ષથી ૫૫ વર્ષ સુધીનો કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ કરી શકે છે. ગ્રામ સુરક્ષા યોજનામાં ૧૦ હજાર રૂપિયાથી લઈને ૧૦ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. તમારી અનુકૂળતા મુજબ, તમે તેના હપ્તા માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક જમા કરી શકો છો. જો કોઈ વ્યક્તિ ૧૯ વર્ષની ઉંમરથી આ સ્કીમમાં રોકાણ કરે છે, તો ૫૫ વર્ષ સુધી તમારે ૧૫૧૫ રૂપિયાનું માસિક પ્રીમિયમ ચૂકવવું પડશે, જેની મેચ્યોરિટી પર તમને ૩૧.૬૦ લાખ રૂપિયા મળે છે. બીજી તરફ, ૬૦ વર્ષ સુધી માસિક પ્રીમિયમમાં ૧૪૧૧ રૂપિયા જમા કરાવ્યા બાદ તમને ૩૪.૬૦ લાખ રૂપિયા મળે છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.