ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
રીંગણમાં હાલ જોવા મળતી સફેદ માખી નો પ્રશ્ન !
🍆 આ જીવાત જ્યારે એકલ દોકલ હોય ત્યારે આપણને ધ્યાને ચઢતી નથી અને છેવટે એકાએક આનો ઉપદ્રવ વધી જતો હોય છે.
🍆 ક્યારેક એક પાન ઉપર 30 થી 50 જેટલી પણ નજરે ચઢે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત ઓછો રહે તો આ જીવાતનો હુમલો થઈ શકે છે.
🍆 વધારામાં ખેડૂતો યુરિયાનો ઉપયોગ પણ બેફામ રીતે રીંગણમાં કરતા હોય છે અને તે પણ એક કારણ બને છે.
🍆 મોજણી અને નિગાહ માતે પીળા ચીકણા ટ્રેપ વિઘે 3 થી 4 મૂંકવા.
🍆 એકલ દોકલ દેખાતી હોય ત્યારે લીમડાનું તેલ 50 મિલિ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરી દેવો (ધોવાનો પાવડર ૧૦ ગ્રામ જેટલો ઉમેરવો).
🍆 ઉપદ્રવ વધતો જણાય તો થાયામેથોક્ષામ 25 ડબલ્યુજી 10 ગ્રામ દવા 15 મિલિ પ્રતિ 15 લી પાણી પ્રમાણે છંટકાવ કરવાનો આગ્રહ રાખવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.