AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણમાં ફળ કોરી ખાનાર ઇયળનો પ્રભાવ ઘટાડો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણમાં ફળ કોરી ખાનાર ઇયળનો પ્રભાવ ઘટાડો !
👉 આપે આ ઉનાળુ ઋતુમાં કરેલ રીંગણમાં આ ઇયળનો ઉપદ્રવ હશે જ. જો ૫ કે ૫ ટકા કરતા વધારે નુકસાન જોવા મળે તો તે આર્થિકરીતે નુકસાન થાય છે તેમ ગણી શકાય. 👉 આના કરતા ઓછું નુકસાન હોય તો તાત્કાલિક દવા છાંટવાની ઉતાવળ કરવી નહિ. 👉 વધુમાં જે ખેડૂતોએ ફેબ્રુઆરી મહિનામાં રોપણી કરી હશે તેમના પાકમાં પણ ઇયળનો ઉપદ્રવ ઓછો હશે. 👉 ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૪ મિલિ અથવા થાયાક્લોપ્રીડ ૨૧.૭ એસસી ૧૫ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ વેગ્રે ૪ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૧૦ ગ્રામ અથવા લેમડાસાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેનપ્રોપેથ્રીન ૧૫% ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પ્રમાણે છંટકાવ કરવો. છંટકાવ પહેલા ભારે વિણી કરી લેવી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
0