AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણમાં નુકસાન કરતી આ હાડા બીટલ ને ઓળખો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણમાં નુકસાન કરતી આ હાડા બીટલ ને ઓળખો !
💫આ જીવાત એપીલેક્ના બીટલ તરીકે પણ ઓળખાય છે. 💫આ જીવાતનું પુક્ત ઢાલિયું લેડીબર્ડ બીટલના ઢાલિયા જેવું મળતું હોવાથી તેને ઓળખવામાં કેટલીકવાર થાપ ખાઇ જવાય છે. 💫આ ઢાલિયાના શરીર ઉપર કુલ્લે ૨૮ કાલા રંગના ટપકાં જોવા મળશે. 💫આની ઇયળ અવસ્થા લંબગોળ પીળા રંગની અને શરીર ઉપર અસંખ્ય વાળ/ કાંટા હોવાથી સહેલાઇથી ઓળખી શકાય છે. 💫આ જીવાત તેની પુક્ત અને ઇયળ અવસ્થા બન્ને રીંગણના પાનની બે નસો વચ્ચેનો લીલો ભાગ ખાતી હોવાથી પાન ચાળણી જેવો બની જાય છે. 💫રોપ્યા પછી જો તરત જ આનો ઉપદ્રવ હોય તો નુકસાન વધારે થતો હોય છે. જો ઉપદ્રવ જણાય તો સાયપરમેથ્રિન ૨૫ ઇસી દવા ૪ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
11
2
અન્ય લેખો