AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણમાં ઈયળનો થશે સર્વનાશ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
રીંગણમાં ઈયળનો થશે સર્વનાશ
🍆રીંગણના પાકની જટિલ સમસ્યા એટલે ફળ કોરીખાનાર ઈયળ. જે પાકમાં એક વાર આવી જાય તો નિયંત્રણ કરવું અધરું બની જાય છે. તો આજે જાણીશું તેના સચોટ ઉપાય વિશે. 🍆આ જીવાતનું ફુંદુ મધ્યમ કદનું,સફેદ પાંખોવાડું અને અગ્ર પાંખો પર ભૂખરા રંગના ટપકાઓ ધરાવતું હોય છે. નાની ઈયળો ઝાંખા સફેદ રંગની હોય છે જે મોટી થતાં આછા ગુલાબી રંગની બને છે. 🍆નાની ઈયળો શરૂઆતમાં ડુંખમાં દાખલ થઈ તેને અંદરથી કોરી ખાય છે જેથી ડુંખો ચીમળાઈ જાય છે. જયારે ફળ બેસે ત્યારે નાની ઈયળો વજ્ર માં દાખલ થઈને ફળનો અંદરનો ગર્ભ કોરી ખાય છે અને ઈયળે પાડેલા કાણામાંથી તેની હગાર બહાર નીકળે છે.જેથી રીંગણ ખાવાલાયક રહેતા નથી. પુખ્ત ઈયળ ફળમાં કાણું પાડી બહાર નીકળી આવે છે જેના લીધે ઉપદ્રવ લાગેલા ફળ પર ગોળ કાણું દેખાય છે. 🍆ઈયળ ના અસરકારક નિયંત્રણ વિશે વાત કરીએ તો પ્રથમ છંટકાવમાં અમેઝ-એક્ષ (ઈમામેક્ટીન બેન્ઝોએટ ૫% SG) @ ૧૦ ગ્રામ અને બીજા છંટકાવમાં કિલ-એક્સ (થાયોમીથોક્ઝામ 12.6% + લેમ્બડા સાયહાલોથ્રિન 9.5% ZC) @ ૮ મિલી/ ૧૫ લીટર પાણીમાં મિક્સ કરી ને છંટકાવ કરવો. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
12
5
અન્ય લેખો