AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણનો ગટ્ટીયા પાનનો રોગ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
રીંગણનો ગટ્ટીયા પાનનો રોગ
😱ખેડૂતો આને રામોટ અથવા રીંગણમાં બાવા તરીકે પણ ઓળખે છે. આ રોગ માટે ના ઘણા બધા કારણો છે પરંતું ખાસ કરીને રીંગણમાં આવતી જીવાત તડતડિયા આ રોગનો ફેલાવો કરી એક વાહક તરીકે કામ કરે છે. આ રોગમાં છોડના પાન એક દમ નાના થઈ પીળા પડી જાય છે અને છોડ ઉપર અસંખ્ય નાની નાની ડાળીઓ ફૂંટવાને લીધે છોડ સાવરણી જેવો દેખાય છે. 👉આમ તો આ રોગની કોઇ પણ દવા નથી. ખેતરમાં આવા દેખાતા છોડ ઉપાડી લઈ નાશ કરવા. 👉આ રોગના વાહક એવા તડતડિયાના નિયંત્રણ માટે અવાર નવાર ડાયમેથોએટ ૩૦ ઇસી દવા ૧૦ મિલિ અથવા ઇમિડાક્લોપ્રિડ ૧૭.૮ એસએલ દવા ૪ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરતા રહેવું. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
25
9
અન્ય લેખો