AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણની રોપણી સમયે અને 45-50 દિવસ સુધી જીવાત નિયંત્રણ માટેની કેટલીક સલાહ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણની રોપણી સમયે અને 45-50 દિવસ સુધી જીવાત નિયંત્રણ માટેની કેટલીક સલાહ
આમ તો રીંગણીની ખેતી ખેડૂતો બારેમાસ કરતા હોય છે. આ પાકમાં કેટલીક ચૂસિયા પ્રકારની જીવાતો જેવી કે મોલો, સફેદમાખી, તડતડિયા, પાનકથીરી વગેરે તેમ જ ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળનો ઉપદ્રવ થતો હોય છે. રીંગણમાં ગઠીયા પાનનો વિષાણુજન્ય રોગ પણ જોવા મળે છે કે જે છોડ પર ફૂલ કે ફળ લાગતા નથી. તંદુરસ્ત પાક અને સારા ઉત્પાદન માટે રોપણી સમયે અને ત્યાર બાદ ફૂલ આવે ત્યાં સુધી નીચે મુજબની કેટલીક કાળજી રાખવી આવશ્યક છે.
• લંબગોળ રીંગણમાં જીવાતનો પ્રશ્ન ગોળ રીંગણ કરતા ઓછો રહે છે, તેથી લંબગોળ રીંગણની પસંદગી કરવી._x000D_ • રીંગણની રોપણી સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં કરવાથી તેમાં રોગ-જીવાતના પ્રશ્નો ઓછા આવે છે. _x000D_ • નવા રીંગણની રોપણી કરતા પહેલા અને જમીન તૈયાર કરતી વખતે આગલા પાકના અવશેષો ખેતરમાંથી અવશ્ય દૂર કરવા. શેઢા-પાળા ઉપર પાકના જડીયા, જૂના ખેચેલ છોડનો ઢગલો કરવો નહી. જો કરેલ હોય તો તેને પ્લાસ્ટીક નેટથી ઢાંકી દેવું અને અંદર એક ડૂંખ અને ફળ કોરી ખાનારનું એક ફેરોમોન ટ્રેપ અવશ્ય મુકવી._x000D_ • રીંગણનું ધરુ નેટ હાઉસમાં કે ધરુવાડિયા ઉપર નેટથી ઢાંકીને કરવામાં આવ્યું હોય તેવા ધરુની પસંદગી કરવી._x000D_ • જ્યારે રોપણી કરવાની હોય તેના બે-ત્રણ દિવસ અગાઉ એક ગુંઠાના ધરુવાડિયામાં એક કિ.ગ્રા કાર્બોફ્યુરાન 3 જી દાણાદાર દવા જમીનમાં પૂખી દેવી._x000D_ • રીંગણના બે હરોળ અને બે છોડ વચ્ચેનું અંતર જમીનની પ્રત અને પ્રકાર પ્રમાણે રાખવું._x000D_ • રોપણી માટે ધરુવાડિયામાંથી તદુરસ્ત ધરુની જ પસંદગી કરવી._x000D_ • રોપણી સમયે ભલામણ પ્રમાણે રાસાયણિક ખાતરો ચાસમાં આપવા. ખાતર જમીનમાં પૂખીને ખેડ કરવી નહિ._x000D_ • પાકની શરૂઆતની અવસ્થામાં નુકસાન પામેલ અને ચીમળાઇ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડીને ઉંડો ખાડો કરી દાટી નાશ કરવાથી તેનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે._x000D_ • ફેરરોપણીના 40 દિવસ પછી ફળ કોરી ખાનાર ઇયળની મોજણી માટે ખેતરમાં બે ફેરોમોન ટ્રેપ મૂકવા._x000D_ • ડૂખ અને ફળ કોરી ખાનાર ઇયળમાં ટ્રેથેલા ફ્લેવુરબીટાલીસ નામની ભમરી દ્વારા 55 ટકા જેટલું પરજીવીકરણ થતું હોય છે. તેની સંખ્યા વધારે જોવા મળે તો વનસ્પતિજ્ન્ય કીટનાશી દવાઓનો ઉપયોગ કરવાથી જીવાતના કુદરતી દુશ્મનોનું જતન થાય છે._x000D_ • આ જીવાતના ઉપદ્રવના ઘટાડવા જરુરિયાત પ્ર્માણે ગૌ-મૂત્ર 20 ટકાની સાંદ્રતા સાથે લીમડા, સીતાફળ, રતનજ્યોત કે ગંધાતીના પાનમાંથી તૈયાર કરેલ 10% અર્ક મિશ્ર કરી છાંટવાની ભલામણ છે._x000D_ • સમયાંતરે ગઠીયા પાનના રોગ વાળા છોડ જોવા મળે તો તેને કાઢી નાશ કરવા._x000D_ • ડૂંખ કોરી ખાનાર ઇયળનો ઉપદ્રવ વધતો જણાય ત્યારે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 18.5% એસસી 4 મિલી અથવા ઈમામેક્ટીન બેન્ઝોએટ 5% એસ.જી. 4 ગ્રામ અથવા થાયોડીકાર્બ 75% ડબલ્યુ પી. 10 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો._x000D_ ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
250
0