AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણની ફળ કોરી ખાનાર ઇયળ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણની ફળ કોરી ખાનાર ઇયળ !
કેટલાક ખેડૂતોનો રીંગણનો પાક પુરો થવા આવ્યો હશે. તેઓએ ઉપાડેલ રીંગણના છોડ શેઢા-પાળા ઉપર ઢગલો ન કરતા તેમનો વ્યવસ્થિત નિકાલ કરવો ખૂબ જ મહત્વનો છે કારણ કે તેમા આ ઇયળ સુષુપ્ત અવસ્થા પસાર કરે છે અને નવી રીંગણ મળતા તેમને નુકસાન પહોંચાડે છે. પરંતુ જે ખેડૂતોની વીણી ચાલુ છે અને આ ઇયળથી ફળનું નુકસાન વધતુ જણાય તો ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૪ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૧૩ ગ્રામ અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેનપ્રોપેથ્રીન ૧૫% ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
41
6