એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણની ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળના આ પરજીવીને ઓળખો !
આ ઇયળ ડૂંખ કે ફળમાં ઉતરી જઇ નુકસાન કરતી હોવાથી તેના પરજીવી કે પરભક્ષી કિટકો ઓછા જોવા મળે છે. આ ઇયળના બે કે ત્રણ જ પરજીવી કિટકો અત્યાર સુધી નોંધાયેલ છે જેમાનો એક પરજીવી કિટક કે જે “ટ્રેથેલા ફ્લુવરબીટાલીસ”ના નામે ઓળખાય છે. આ કિટક ઇયળની અંદર પોતાના ઇંડા મૂંકે છે પરિણામે ઇયળનો વિકાસ થવાને બદલે આ પરજીવી કિટક વિકાસ પામી ઇયળને મારી નાંખે છે. ફેબ્રુઆરી મહિનામાં આ પરજીવી કિટક વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ પરજીવી કિટકનો લાભ લેવા માટે તેને નુકસાન કરતી દવાઓનો ઉપયોગ ટાળવો જોઇએ. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
14
1
અન્ય લેખો