AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણની ડુંખની ઈયળનું સચોટ  નિયંત્રણ.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
રીંગણની ડુંખની ઈયળનું સચોટ નિયંત્રણ.
👉બેંગનના છોડમાં ઇંડામાંથી નીકળતી ઇયળો પ્રથમમાં નાની ડૂંખમાં પ્રવેશ કરે છે અને અંદરથી ગર્ભને ખાય છે, જેના કારણે ડૂંખો ચીમળાઇ જાય છે અને વૃદ્ધિ અટકી જાય છે. જ્યારે ફળ બેસે છે, ત્યારે આ ઇયળો ફળના અંદર પ્રવેશી ફળનો ગર્ભ ખાય છે, જેના કારણે ફળમાં કાણાં દેખાય છે અને તે ખાવા લાયક રહેતા નથી. ફળમાં ઇયળો વિકસીને કાણાં પાડી બહાર નીકળી જતી હોવાથી, અસરગ્રસ્ત ફળો પર ગોળ કાણું દેખાય છે. 👉નિયંત્રણ માટે, નુકસાનગ્રસ્ત ફળો અને ચીમળાઇ ગયેલી ડૂંખોને ઇયળ સહીત કાપીને ઊંડા ખાડામાં દાટવી જોઈએ. વધુમાં, આ કિટકને આકર્ષવા માટે પ્રતિ એકર 12-16 ફેરોમોન ટ્રેપ મુકવા અને 60 દિવસ પછી લ્યુરને બદલવું મહત્વપૂર્ણ છે. ઉપદ્રવ વધે ત્યારે કોપીગો (ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ 9.3% + લેમ્બડા-સાયલોથ્રીન 4.6% ZC) 8 મિલી પ્રતિ પંપ પ્રમાણમાં છંટકાવ કરવો. 👉સ્ત્રોત:- એગ્રોસ્ટાર ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
22
0
અન્ય લેખો