રિલાયન્સ લાવશે માત્ર 2500 રૂપિયાનો 5G સ્માર્ટફોન !
રમૂજીGSTV
રિલાયન્સ લાવશે માત્ર 2500 રૂપિયાનો 5G સ્માર્ટફોન !
રિલાયન્સ જિયોએ તેની 44મી એન્યુઅલ જનરલ મીટિંગની તારીખની જાહેરાત કરી દીધી છે. આ વર્ષે Reliance AGM 2021નું આયોજન 24 જૂન બપોરે 2 કલાકે થશે, તેને યૂટ્યૂબ દ્વારા લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. આ એજીએમમાં કંપની લો કોસ્ટ 5G સ્માર્ટફોન, Jio 5Gના લોન્ચિંગની સાથે બીજી પણ જાહેરાત કરી શકે છે. ગત વર્ષે કંપનીએ ગૂગલ સાથે મળી Jio 5G ફોન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી અને હવે આશા છે કે આ વર્ષે એજીએમમાં તેને લોન્ચ કરવામાં આવશે. આ 5G એન્ડ્રોઇડના ફોર્ક્ડ વર્ઝન પર કામ કરશે. તે દેશમાં સૌથી સસ્તા સ્માર્ટફોનમાંથી એક હશે. જો રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો Jio 5G ફોનની કિંમત 2500 રૂપિયાથી પણ ઓછી હોઇ શકે છે. હાલ ભારતમાં સૌથી સસ્તા 5G સ્માર્ટફોનની વાત કરીએ, તો તેની કિંમત 13,999 રૂપિયા છે અને જિયો હવે માત્ર 2500 રૂપિયામાં 5G ફોન લાવવાની પ્લાનિંગમા છે, જેથી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય અને 2G સેવાનો ઉપયોગ કરતા લોકો 5Gનો ઉપયોગ કરતા થાય. ક્યારે લોન્ચ થઇ શકે છે Jio 5Gની સેવા મુકેશ અંબાણીએ ગત વર્ષે ડિસેમ્બરમાં જણાવ્યું હતુ કે Jio 5Gની સેવાને 2021માં રજૂ કરી શકાય છે અને હવે આશા સેવાઇ રહી છે કે Reliance AGM 2021માં તેની જાહેરાત કરી દેવામાં આવશે. કંપની પહેલા જ તેના 5G ટ્રાયલમાં 1Gbpsની સ્પીડ પ્રાપ્ત કરી ચુકી છે. કંપનીએ જણાવ્યું છે કે તેણે કમ્પ્લિટ 5G સોલ્યૂશનને તૈયારી કરી લીધો છે અને તેમાં 100 ટકા સ્વદેશી ટેક્નોલોજી અને સોલ્યૂશનનો ઉપયોગ કરશે. JioBookને પણ કરી શકાય છે લોન્ચ Jio 5G ફોન અને Jio 5G સર્વિસ સાથે કંપની તેના સસ્તા ભાવવાળા JioBook લેપટોપને પણ રજૂ કરી શકે છે. તેના કેટલાક સ્પેસિફિકેશન પહેલા જ એક ઇમેજમાં જાહેર થઇ ચુક્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લેપટોપ કસ્ટમ એન્ડ્રોઇડ વર્ઝન પર કામ કરશે અને Qualcomm Snapdragon 665 ચિપસેટથી પાવર્ડ હશે. તેમાં 1366×768 રિઝોલ્યૂશનવાળી ડિસ્પ્લે આપવામાં આવી શકે છે અને તેની સાથે તેમાં 2GB RAM અને 32GB ઇન્ટરનલ સ્ટોરેજ મળી શકે છે. તેની સાથે તેના 4GB RAM અને 64GB સ્ટોરેજ વેરિએન્ટને પણ રજૂ કરી શકાય છે. 👉 સંદર્ભ : GSTV આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો
33
12
અન્ય લેખો