AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાહત !! LPG સિલિન્ડરમાં ભાવ ઘટાડો ?
સમાચારGSTV
રાહત !! LPG સિલિન્ડરમાં ભાવ ઘટાડો ?
📢 એલપીજી વિના કોઈનું કામ ચાલતું નથી, સરકારે ભલે ગરીબ પરિવારોને મફત એલપીજી સિલિન્ડર આપ્યા હોય, પરંતુ લોકોએ તેને રિફિલ કરાવવા માટે પૈસા ચૂકવવા પડે છે. 📢 જો કે, હવે તમને ટૂંક સમયમાં ખૂબ જ ઓછી કિંમતે LPG સિલિન્ડર મળી જશે. તેનું કારણ એ છે કે સરકાર ફરીથી LPG સિલિન્ડર પર સબસિડી ફરી ચાલુ કરવાનું વિચારી રહી છે. આ અંગેનો પ્રસ્તાવ નાણાં મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે સબસિડી હવે દેશના અન્ય રાજ્યોમાં પણ તેની શરૂઆત કરવાની જરૂર છે. 📢 જો નાણા મંત્રાલય પ્રસ્તાવને મંજૂરી આપે છે, તો સરકાર પેટ્રોલિયમ કંપનીઓના ડીલરોને 303 રૂપિયાની સબસિડી આપશે અને તમને એલપીજી સિલિન્ડરની કિંમત પર સમાન ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે જે ગેસ સિલિન્ડર તમને મળશે તેના માટે તમારે માત્ર 587 રૂપિયા ચૂકવવા પડશે, 900 રૂપિયા નહીં. 📢 આ માટે તમારું LPG કનેક્શન આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. જો તમે હજુ સુધી તમારા LPG ને આધાર સાથે લિંક નથી કરાવ્યું, તો જલ્દી કરી લો. તમારા ડીલરનો સંપર્ક કરીને LPGને આધાર સાથે લિંક કરાવો અને સબસિડીનો લાભ લેવાનું શરૂ કરો. 🔗 આધાર કાર્ડ લિંક કરવા માટે LPG ડીલરની વેબસાઈટ પર જઈ લિંક કરાવી શકો છો અથવા તો કસ્ટમર કેરમાં ફોન કરી માહિતી મેળવી શકો છો. 🔗 શું તમે હજુ LPG સાથે આધાર કાર્ડ લિંક કરાવ્યું છે કે નહીં ? સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
95
22