સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રાસાયણિક ખાતરની કાર્યક્ષમતા વધારવાના મુદ્દાઓ !
👉રાસાયણિક ખાતરોની સાથે સેન્દ્રિય ખાતર ઉમેરવું.
👉 નાઈટ્રોજનયુક્ત ખાતરો એક સાથે ન આપતા ભલામણ મુજબ 3 થી 4 હપ્તામાં આપવું.
👉 ફોસ્ફરસ અને પોટાશ તેમજ અન્ય આવશ્યક તત્વની ઉણપ જણાય તો તેનો ભલામણ મુજબનો બધો જ જથ્થો એક જ હપ્તામાં વાવણી સમયે આપવો.
👉 ફોસ્ફરસયુક્ત ખાતરો દાણાદાર સ્વરૂપમાં જ વાપરવા.
👉 વાવણી સમયે પાયાના ખાતર તરીકેનો હપ્તો ચાસમાં 15 સે.મી. ના ઉંડાઈએ આપવો.
👉 ધાન્ય પાકો જેવા કે ઘઉં, જુવાર, બાજરો વગેરેમાં વાવણી સમયે બીજની નીચે 4 થી 5 સે.મી. ની ઉંડાઈએ ખાતર આપવું.
👉 વાવણી પછીના બાકીના નાઈટ્રોજનના હપ્તાઓ મૂળની નજીક 8 થી 10 સે.મી. ની ઉંડાઈએ આપવા.
👉 શક્ય હોય તો નીમ કોટેડ યુરીયાનો ઉપયોગ કરવો.
👉 ભલામણ કરતાં વધુ નાઈટ્રોજન આપવો નહીં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.