AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાયડો: વાવણી પછીનો તરતનો દુશ્મન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
રાયડો: વાવણી પછીનો તરતનો દુશ્મન
🙏નમસ્કાર ખેડૂતમિત્રો રાયડાના પાકમાં ઉગ્યા પછી શરૂઆતમ સૌથી વધુ ઉપદ્રવ રાઈની માખીનો જોવા મળે છે.તો જાણીયે તેના નુકશાન અને નિયંત્રણ વિશે. રાયડો ઉગ્યો નહિ કે તરત જ રાઈની માખીની ઇયળનો હુમલો થતો હોય છે. ક્યારે અને કેવી જોવા મળે? પાક ઉગ્યા પછી દસેક દિવસની અંદર આ જીવાતનો ઉપદ્રવ આવી જતો હોય છે. ઈયળો ઘેરા રતાશ પડતી કાળા રંગની હોય છે. વાતાવરણ સાથે સંબધ : તાપમાન અને હવામાં ભેજનું પ્રમાણ વધે તેમ તેમ આ ઈયળનો ઉપદ્રવ વધતો હોય છે. ખાસ ટેવ: આની ઈયળને અડકતાં ગુચળુ વળીને જમીન પર પડી જઈને મરી ગયાનો ઢોંગ કરે છે અને સાથે સાથે મોઢામાંથી એક પ્રકારનું દ્રાવણ બહાર કાઢે છે અને આમ, તેમના પરજીવી/ પરભક્ષી કિટકો સામે રક્ષણ મેળવે છે. શું નુકસાન કરે? રાઈની માખીએ પાનની અંદર મુકાયેલ ઈંડામાંથી નીકળતી ઈયળ કુમળા પાન પર ગોળાકાર કાણાં પાડી નુંકસાન કરતી હોય છે. વધુ ઉપદ્રવ હોય તો નાના છોડને ઝાંખરા જેવો બનાવી દે છે. અને ફરી વાવણી કરવાના સંજોગો પેદા થાય છે. એક કરતા વધારે ઈયળો પાનાની નીચે રહીને જ નુંકસાન કરતી હોય છે. શું ઉપાય?  ઇમિડાક્લોપ્રિડ ૭૦ ડબલ્યુએસ દવા ૭૦૦ ગ્રામ પ્રતિ ૧૦૦ કિ.ગ્રા. બિયારણ પ્રમાણે માવજત આપી વાવણી કરેલ હોય તો આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહેતો હોય છે.  ખેતરની આજુબાજુ મૂળા, અસાળિયો કે ટરનીપની બે-ત્રણ હરોળ વાવવી.  નિંદામણમૂક્ત ખેતર રાખવું. શક્ય હોય ત્યાં સુધી કરબડી કાઢતા રહેવું.  ઉપદ્રવ વધતો જણાય તો એકાદ પિયત આપી દેવું, ઇયળો પાણીમાં ડૂંબીને મરી જશે.  લીંબોળીનું તેલ (૫૦ મિલી), કારેલાના બીનું તેલ (૫૦ મિલી) અથવા લીમડા આધારીત તૈયાર દવા (૧૦ મિલી – ૧૦૦૦૦ પીપીએમ - ૧% ઇસી થી ૪૦ મિલી - ૧૫૦૦ પીપીએમ- ૦.૧૫% ઇસી) પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.  જૈવિક દવા જેવી કે બુવેરિયા બેઝીઆના નામની ફૂગનો પાવડર ૧.૧૫ ડબલ્યપી ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.  આ જીવાતની વસ્તી ૨ ઇયળ પ્રતિ ચો. ફુટ (ક્ષમ્યમાત્રા - ઇટીએલ) કરતાં વધારે થાય ત્યારે ડાયમેથોએટ ૩૦ ઇસી દવા ૧૦ મિલિ અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  ભૂકારુપી દવાઓ વાતાવરણ અને પરજીવી/ પરભક્ષી કિટકોને અસર કરતી હોવાથી આવી દવાઓનો આગ્રહ ઓછો રાખવો. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
8
1
અન્ય લેખો