ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
રાયડા માં ભૂકીછારા નું નિયંત્રણ !
🍀 હાલ વાતાવરણ ખુબ જ વાદળછાયું બન્યું છે તો આવા સમય માં આપણા બહુમૂલ્ય પાક રાયડા માં ભૂકીછારો આવી શકે છે
🍀 જયારે આ રોગ નો ઉપદ્રવ પાક ઉપર આવે ત્યારે પાન, થડ, ડાળી તેમજ શીંગો ઉ૫૨ ફુગના સફેદ ડાઘા જોવા મળે છે જે પાછળથી સફેદ છારીના રૂપમાં છવાઈ જાય છે.
🍀 ખાસ કરીને આ રોગ દાણા ભરાવાની શરુઆતના સમયે જોવા મળે છે.
🍀દાણાનું કદ ઘટતાં ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
🍀રાયડા નું નિયમીત વાવેતર કરવું મોડું વાવેતર કરવું નહીં.
🍀રાયડા ના પાકમાં 80 દિવસ બાદ પિયત પાણી આપવું નહીં.
🍀જો રોગની શરૂઆત જણાય કે, ગંધક/સલ્ફર ની ભુકીનો હેકટરે 20 કિલોગ્રામ મુજબ છંટકાવ કરવો. બીજો છંટકાવ 15 દિવસના અંતરે કરવો.
🍀આ ઉપરાંત નિયંત્રણ માટે સલ્ફર 80% WP 2.5 ગ્રામ દવા પ્રતિ લીટર પાણી મુજબ ઓગાળી છંટકાવ કરવો અને જો જરૂર જણાય તો બીજા બે છંટકાવ 15 દિવસના અંતરે કરવો.
સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.