AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાયડા માં પિયત અને ખાતર વ્યવસ્થાપન !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રાયડા માં પિયત અને ખાતર વ્યવસ્થાપન !
👉 ખેડૂત મિત્રો, હાલ પાકમાં દાંડી નીકળવાની અવસ્થા હશે આ અવસ્થામાં 35 થી 40 દિવસે આવે છે. આ સમયે ખાસ જમીન માં ભેજ હોવો જરૂરી છે અને પૂર્તિ ખાતર તરીકે યુરીયા 55 કિલો અથવા એમોનિયમ સલ્ફેટ 120 કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે આપવો. 👉 પિયત વ્યવસ્થાપન માં વાત કરીયે તો ઉત્તર ગુજરાતની રેતાળ જમીનમાં વાવણી પછી ચાર પિયત દર 21 દિવસના ગાળે આપવાની સારું ઉત્પાદન મેળવી શકાય છે. પરંતુ જયાં પિયત પાણીની મર્યાદિત સગવડ હોય ત્યાં પાકની કટોકટી અવસ્થાએ પિયત આપવું જરૂરી છે. 👉જેમાં પ્રથમ પિયત કુલ (દાંડી) નીકળવાની અવસ્થાએ (અંદાજે 35 દિવસે) બીજું પાણી ફૂલ કાળ અવસ્થાએ (અંદાજે 50 થી 55 દિવસે) અને ત્રીજુ પાણી શિંગનો વિકાસ અને દાણા ભરાવવાની અવસ્થાએ (અંદાજે 70 થી 75 દિવસે) આપવાથી ઉત્પાદન જળવાઈ રહે છે . જયારે સૌરાષ્ટ્ર વિસ્તારથી જમીનમાં રાઈના પાકને વાવણી પછી પાંચ પિયત અનુક્રમે 15, 35, 50, 60 અને 75 દિવસે આપવાની ભલામણ છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
14
7