ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખકૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગાંધીનગર
રાયડા માં પિયત અને ખાતર વ્યવસ્થાપન !
"ખેડૂત મિત્રો, હાલ પાક દાંડી નીકળવાની અવસ્થા હશે આ અવસ્થામાં ૩૫ થી ૪૦ દિવસે આવે છે. આ સમયે ખાસ જમીન માં ભેજ હોવો જરૂરી છે અને પૂર્તિ ખાતર તરીકે યુરીયા ૫૫ કિલો અથવા એમોનિયમ સલ્ફેટ ૧૨૦ કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે આપવો. પિયત વ્યવસ્થાપન માં વાત કરીયે તો ઉત્તર ગુજરાતની રેતાળ જમીનમાં વાવણી પછી ચાર પિયત દર ૨૧ દિવસના ગાળે આપવાની સારું ઉત્પાદન મેળવી શકાય છે. પરંતુ જયાં પિયત પાણીની મર્યાદિત સગવડ હોય ત્યાં પાકની કરોકટી અવસ્થાએ પિયત આપવું જરૂરી છે. જેમાં પ્રથમ પિયત કુલ ( દાંડી ) નીકળવાની અવસ્થાએ ( અંદાજે ૩૫ દિવસે ) બીજુ પાણી ફૂલ કાળ અવસ્થાએ ( અંદાજે ૫૦ થી ૫૫ દિવસે ) અને ત્રીજુ પાણી શિંગનો વિકાસ અને દાણા ભરાવવાની અવસ્થાએ ( અંદાજે ૭૦ થી ૭૫ દિવસે ) આપવાથી ઉત્પાદન જળવાઈ રહે છે . જયારે સૌરાષ્ટ્ર વિસ્તારથી જમીનમાં રાઈના પાકને વાવણી પછી પાંચ પિયત અનુક્રમે ૧૫, ૩૫, ૫૦, ૬૦ અને ૭૫ દિવસે આપવાની ભલામણ છે. સંદર્ભ : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગાંધીનગર, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો."
17
4
સંબંધિત લેખ