AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાયડા ના પાક માંથી કરો મોલોનું સચોટ નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
રાયડા ના પાક માંથી કરો મોલોનું સચોટ નિયંત્રણ
🌱હાલના બદલાતા વાતાવરણ પ્રમાણે રાયડા ના પાક માં મોલોનો પ્રશ્ન વધારે જોવા મળે છે. આ જીવાત ના લીધે પાક માં ઘણું નુકશાન થાય છે,તો ચાલો જાણીએ મોલોના સચોટ નિયંત્રણ વિશે!! ✅જયારે ઠંડુ અને સુકું વાતાવરણ હોય ત્યારે મોલાનો પ્રશ્ન આવતો હોય છે.. ✅પાન ઉપરાંત કુમળી ડુંખ, ફુલ અને શીંગો ઉપર ઝૂમખાંમાં જોવા મળે છે. ✅રસ ચૂસવાથી પાંદડા પીળા પડે છે. જીવાતના મુખમાંથી ચીકણો રસ ઝરવાથી પાન તડકામાં ચળકે છે. ✅જેના ઉપર કાળી ફૂગના ઉપદ્રવના લીધે છોડ કાળો પડે છે. ફૂલો,પાન અને શીંગો ચીમળાઈ જાય છે. પરિણામે તેલની ટકાવારી અને ઉત્પાદન માં ઘટાડો થાય છે. ✅આ જીવાતના સચોટ નિયંત્રણ માટે એગ્રોસ્ટાર એગ્લોરો (ક્લોરોપાયરિફોસ 20% ઇસી) 25 મિલી પ્રતિ પંપ અથવા એગ્રોસ્ટાર ક્રુઝર (થાઇમેથોક્સમ 25% ડબલ્યુજી) 4 ગ્રામ પ્રતિ પંપ સાથે સારા વૃદ્ધિ વિકાસ માટે એગ્રોસ્ટાર સ્ટેલર 25 મિલી પ્રતિ પંપ પ્રમાણે મિશ્રણ કરીને છંટકાવ કરવો. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
11
0