સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રાયડામાં ફૂલ અવસ્થાએથી જ મોલો-મશીનું આક્રમણ છે ?? કરો આટલું !
🍃 ફૂલ અવસ્થાથી છેક પાકવા સુધી મોલો છોડના પાન અને કુમળી વિકસતી શીંગો ઉપર રહી રસ ચૂંસતી હોય છે.
🍃દુરથી આપનું ખેતર ચળકાટ મારતો હોય તો સમજવું કે મોલો મશીનો ઉપદ્રવ છે જ.
🍃નુકસાનથી ઉત્પાદન અને તેલના ટકા પર અસર પડતી હોય છે.
🍃ઉપદ્રવની શરુઆતે કોઇ પણ લીમડા આધારિત દવા 10 મિલિ (10000 પીપીએમ - 1% ઇસી) થી 40 મિલિ (1500 પીપીએમ - 0.15% ઇસી) અથવા બાયોપેસ્ટીસાઇડ જેવી કે મેટારહીઝમ 100 ગ્રામ પ્રતિ 15 લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
🍃જો ઉપદ્રવ વધારે જણાય તો ઇમીડાક્લોપ્રીડ 70 ડબલ્યુજી 6 ગ્રામ અથવા થાયોમેથોક્ઝામ 25 ડબલ્યુજી 10 ગ્રામ પ્રતિ 15 લી પાણી પ્રમાણે છંટકાવ કરી આ જીવાતથી છુટકારો મેળવો.
સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.