AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાયડામાં આવતા રોગ “સફેદ ગેરુ” વિષે જાણો!
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
રાયડામાં આવતા રોગ “સફેદ ગેરુ” વિષે જાણો!
☘️પાકની ૩૫ થી ૪૦ દિવસની અવસ્થાએ પાનની નીચેની બાજુએ સફેદ પડતા ધાબા પડે અને બરાબર ઉપરની બાજુએ પીળાશ પડતા ટપકાં પડે. ☘️સમય જતા પાન પીળા પડી સુકાઇ જાય. આ રોગની અસર થડ, ડાળી અને શીંગો ઉપર પણ જોવા મળે અને અંતે દાણાં બરાબર બેસતા નથી. શીંગોમાં પણ વિકૃતી આવી જાય છે. ☘️પાકની વાવણી જો મેટાલેકઝીલ ૩૫ ડબલ્યુએસ ફૂગનાશકથી બીજની માવજત કરી હશે તો રોગની તીવ્રતા ઓછી રહેશે. ☘️આ રોગના નિયંત્રણ માટે મેટાલેકઝીલ ૮% + મેન્કોઝેબ ૬૪% ડબલ્યુપી દવા ૨૫ ગ્રામ અથવા મેટાલેક્ઝીલ એમ ૪% + મેન્કોઝેબ ૬૪% ડબલ્યુપી દવા ૨૫ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે ૧૫ દિવસના ગાળે બે છંટકાવ કરવા. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
4
અન્ય લેખો