AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાયડાના પાકમાં મોલાનો પ્રકોપ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
રાયડાના પાકમાં મોલાનો પ્રકોપ
ઠંડા અને સુકા વાતાવરણમાં મોલા જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે વધતો હોય છે. આ જીવાત પાંદડાની નીચેના ભાગે સૂંઢ ખોસીને રસ ચૂસે છે, જે પાંદડા, કુમળા ડુંખ, ફૂલ અને શીંગો પર સ્પષ્ટ રીતે જોવા મળે છે. મોલા જીવાતના પ્રભાવથી પાંદડા પીળા પડી જાય છે અને તેને નુકસાન થાય છે. તેની મુખમાંથી ચીકણો રસ છોડે છે, જે પાંદડાઓને ચળકાવા બનાવે છે અને કાળી ફૂગનો ઉપદ્રવ વધે છે. આથી છોડ કાળા પડી જાય છે અને ફૂલો, પાંદડા અને શીંગો ચીમળાઈને સુકાઈ જાય છે. 👉આ ઉપદ્રવનો સીધો પ્રભાવ તેલના ટકા અને ઉત્પાદન પર પડે છે. મોલાના સચોટ નિયંત્રણ માટે નીચેના ઉપાયો અપનાવવા જોઈએ: - એગ્લોરો (ક્લોરોપાયરિફોસ 20% ઇસી) 25 મિલી પ્રતિ પંપ - ઝેનિથ (ટોલ્ફેનપાયરાડ 15% ઇસી) 40 મિલી પ્રતિ પંપ - એગ્રોસ્ટાર શટર (થાઇમેથોક્સમ 75% ડબલ્યુજી) 10 ગ્રામ પ્રતિ પંપ 👉ઉપરાંત, છોડની શ્રેષ્ઠ વૃદ્ધિ માટે સ્ટેલર 25 મિલી પ્રતિ પંપ મિશ્રિત કરી છંટકાવ કરવો. આ ઉપાયો છોડના વિકાસમાં સહાય કરી ઉત્પાદન વધારવામાં મદદરૂપ થાય છે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
2
0
અન્ય લેખો