પશુપાલનGSTV
રાજ્ય સરકાર પશુધન સહાયમાં વધારો કરે તેવી શક્યતા !
🐮 ગુજરાત રાજ્યમાં નવી સરકારે કાર્યભાર સંભાળ્યા પછી નવા નિર્ણયો પણ લેવાની શરૂઆત કરી દીધી છે. ધીમે ધીમે મંત્રીઓ પણ એકશ્ન મોડમાં આવી રહ્યા છે.છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ પણ સર્જાઈ રહી છે. ભાદરવે ભરપૂર મેહુલ્યો વરસતા ઘણા જીલ્લાઓમાં તારાજી જોવા મળી છે. સંખ્યાબંધ પશુધન તણાયાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે.
ગુજરાતમાં રાજ્યમાં વરસાદમાં મરણ પામેલા પશુઓની સહાયમાં વધારો કરવાની વિચારણા કરી રહી છે. ત્યારે આ વચ્ચે રાજ્ય સરકાર મોટો નિર્ણય લે તેવી અટકળો ચર્ચાઈ રહી છે. જેમાં વરસાદમાં મરણ પામેલા પશુઓની સહાયમાં વધારો થશે તેવું પણ મનાઈ રહ્યું છે.
પશુધન માટે ટૂંક સમયમાં નિર્ણય લે તેવી શક્યતાઓ
પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે રાજ્ય સરકાર વરસાદમાં મોતને ભેટેલા પશુધન માટે ટૂંક સમયમાં નિર્ણય લે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે, સાથે સાથે પશુ સહાયમાં પણ મોટો વધારો થશે તો પશુપાલકોને પણ મોટી રાહત મળે તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે.
રાજ્ય સરકાર પશુ સહાયમાં 10 થી 20 હજારનો વધારો કરી શકે છે,ભેંસની સહાયમાં 30 હજાર ચૂકવતા હતા તેમાં 20 હજારનો વધારો કરી 50 હજાર ચુકવવાની વિચારણા કરી રહી છે. અત્યાર સુધી 3 પશુ સુધી સહાય ચૂકવાતી હતી હવે 5 પશુઓ સુધી સહાય અપાશે તેવી આ નવી સરકારમાં ચર્ચાઈ રહ્યું છે.
વરસાદમાં મરણ પામેલા પશુઓની સહાયમાં વધારો કરવાની વિચારણા
✔️રાજ્ય સરકાર પશુ સહાયમાં 10 થી 20 હજારનો વધારો કરી શકે છે,
✔️ભેંસની સહાયમાં 30 હજાર ચૂકવતા હતા તેમાં 20 હજારનો વધારો કરી 50 હજાર ચુકવવાની વિચારણા
✔️અત્યાર સુધી 3 પશુ સુધી સહાય ચૂકવાતી હતી હવે 5 પશુઓ સુધી સહાય આપવાની વિચારણા
✔️આવતી કાલે કેબિનેટ બેઠકમાં પશુ સહાયને લઈને ચર્ચા થશે,
✔️ગાય, ભેંસ, બકરી, બળદ સહિતના પશુઓની સહાયની અલગ અલગ છે જોગવાઈ,
તમામ પશુઓના સહાયમાં વધારો કરવાની સરકારની વિચારણા.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : GSTV.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.