AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાજ્ય સરકાર કરશે મોટી સહાય
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
રાજ્ય સરકાર કરશે મોટી સહાય
👉રાજ્યમાં 1.67 કરોડ💵 આયુષ્માન કાર્ડધારકોને લઇને સરકારે મહત્વની જાહેરાત કરી છે. જેમાં રાજ્ય સરકારે PMJAY યોજના અંતર્ગત 10 લાખની સહાય મળશે. 👉આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, હવે 5 લાખને બદલે આયુષ્યમાન કાર્ડમાં 10 લાખની સહાય મળશે. આ સહાય 11 જુલાઇથી આયુષ્યમાન કાર્ડમાં💵10 લાખની સહાય મળવાની શરૂઆત પણ કરી દેવામાં આવશે. તેમજ રાજ્ય સરકારના મંત્રીએ જણાવ્યું કે, ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આ માટે વચન આપ્યું હતું. જે પરિપૂર્ણ કરવામાં આવે છે. 👉આ અંગે અગાઉ જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું કે, પાંચ લાખ રૂપિયા સુધીની સારવારમાં એક લાખ રૂપિયા સરકાર આપતી હતી અને એક લાખથી વધુ અને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ વીમા કંપની આપતી હતી. તે મુદ્દાનો ઉકેલ આવી જતા હવે 💵10 લાખ રૂપિયા સુધીની વીમાની રકમનો લાભ મળતો થશે. 👉1.67 કરોડ લોકો કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે આયુષ્માન યોજના સામાન્ય વર્ગના દર્દીઓ માટે ઉપયોગી સાબિત થઇ છે. 2018થી 2022 સુધી કુલ 1.67 કરોડ લોકોએ કાર્ડ કઢાવીના આરોગ્ય વીમા કવચનો લાભ લીધો છે. રાજ્યમાં 1.8 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ જારી કરાયેલા છે. 1975 સરકારી અને 853 ખાનગી મળી 2827 હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સર્જરી સુધીની સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. 👉સંદર્ભ : Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !
95
15
અન્ય લેખો