યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
રાજ્ય સરકારે હેક્ટર દીઠ ચૂકવશે આટલા હજારની સહાય
🪙આ પંથકમાં બાગાયતી પાકના વાવેતર માટે પ્રખ્યાત છે. ત્યારે ખારેકના પાકનું વાવેતર કરવા માટે સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે, જેથી જૂનાગઢ શહેરમાં પણ હવે અમુક જગ્યાએ બગીચા બનવા લાગ્યા છે. જોકે, બધા ખેડૂતોને આ સહાય અંગે જાણ ન હોવાથી આજે અમે તમને આ સહાય અને તેની પ્રક્રિયા વિશે જણાવીશું.
🪙જો કોઈપણ ખેડૂત ખારેકની ખેતી માટે સહાય મેળવવા ઈચ્છતા હોય, તો તે હેકટર દીઠ સહાય મેળવી શકે છે. જે ખેડૂત સહાય મેળવવા ઈચ્છતો હોય તો, પ્લાન્ટિંગ મટીરીયલ માટે ખર્ચના 50% મુજબ મહત્તમ 2,18,750 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવે છે. એટલે કે, મહત્તમ 1750 રૂપિયા પ્રતિ ટીસ્યુ. ખારેક રોપના આપવામાં આવે છે.
🪙આ યોજનામાં ખેડૂતોને ખેતી ખર્ચના 50% મુજબ મહત્તમ એક હેક્ટરના 20,000 જેટલી સહાય મળવાપાત્ર છે, જેમાં પ્રથમ વર્ષે મળવાપાત્ર રકમના 60% સહાય અને બીજા વર્ષે જો 75% રોપા જીવંત હોય, તો જ બાકીના 40% સહાય મળવાપાત્ર રહે છે. ખાતા દીઠ મહત્તમ 1 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય મેળવવા માટે જે ખેડૂતે i-khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. ત્યારબાદ આ અરજીની પ્રિન્ટ લઈને જરૂરી કાગળ અને દસ્તાવેજ સાથે રાખી જિલ્લાની નાયબ બાગાયત નિયામક કચેરી ખાતે મોકલી આપવાના રહેશે.
🪙ખારેકના પાકના વાવેતર સમયે આટલું ધ્યાન રાખો
ખારેક ફ્રૂટના વાવેતર સમયે તેના બે છોડ વચ્ચે ચોક્કસ જગ્યા રાખવી જોઈએ. તેનું વાવેતર અંતર 9 મિટર × 9 મિટર રાખવાનું રહે છે, જેમાં એક હેક્ટરે રોપાની સંખ્યા રાખવા માટે પણ અમુક ચોક્કસ નિયમ છે. જે અંતર્ગત જો વાવેતર 9×9 કરવામાં આવ્યું હોય તો, 125 રોપાનું વાવેતર કરવું જોઈએ.
🪙ખારેક ના વાવેતર માટે અલગ અલગ જાત ખેડૂતો દ્વારા પસંદ કરવામાં આવતી હોય છે જેમાં સફેદ અને પીળી ખારેક જાત મુખ્યત્વે કલરને આધારે લોકો ઓળખતા હોય છે પરંતુ આ જાતને બારાહી, આણંદ ખારેક -1 (ADP -1) અને 100 નંબર નામની જાત તરીકે ઓળખવામાં આવે છે.
આ યોજનાની વધુ માહિતી માટે https://ikhedut.gujarat.gov.in/ ની મુલાકાત લો.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!