AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાજ્યમાં માવઠા બાદ હવે ઠંડી કે ગરમીનો વારો?
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
રાજ્યમાં માવઠા બાદ હવે ઠંડી કે ગરમીનો વારો?
🌤️ઉત્તર ભારત પરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હતું તેના ટ્રફ ગુજરાતને અડીને પસાર થતા તેની અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ભાગોમાં જોવા મળી હતી. અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો. હવે માવઠું ગયા પછી આગામી દિવસોમાં ગુજરાતમાં કેવો માહોલ રહેવાની શક્યતાઓ છે તે અંગે વાત કરી છે. પરેશ ગોસ્વામીએ ઝાકળવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે જ્યારે અંબાલાલ પટેલે ઠંડીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. 🌤️પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં પવની ગતિ અને દિશા અંગેની વાત કરીને ઘાટાં ધૂમ્મસ અને ઝાકળવર્ષાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેઓએ આગાહીમાં જણાવ્યું હતું કે, હાલ પવનની ગતિ સામાન્ય કરતા વધીને 25-30 કિલોમીટર પ્રતિ કલાકની થઈ ગઈ છે. આ ગતિ બેથી ત્રણ દિવસ જોવા મળી શકે છે. જોકે, હવે ઉત્તર-પૂર્વના પવનો હતા તેના બદલે ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. 🌤️આ સાથે તેમણે જણાવ્યું કે, પવનની દિશા બદલાવાના કારણે માવઠાથી મુક્તિ મળશે પરંતુ આગામી 2થી 3 દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આ સાથે ગાઢ ધૂમ્મસ અને ઝાકળ પણ જોવા મળશે. 🌤️જ્યારે અંબાલાલ પટેલે માવઠા પછી રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં તેમણે 6 માર્ચ સુધી ઠંડીનો રાઉન્ડ આવશે. રાત્રીના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગો ઠંડીની અસર વધુ રહેશે અને લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા હવામાન નિષ્ણાત વ્યક્ત કરી રહ્યા છે. 🌤️મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું જોર રહેશે. 6 માર્ચ સુધી ઠંડીનો ચમકારો રહેશે અને શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાશે. અમદાવાદ, ગાંધીનગરમાં પવનની ગતિ વધુ રહેશે, કોઈ-કોઈ ભાગોમાં આંચકાનો પવન રહેશે. શિવરાત્રીમાં ઠંડા પવનો આવશે. પવનની અસર બાગાયતી પાકો પર વધુ થશે. 🌤️રાજ્યના હવામાન વિભાગે પણ રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે સાત દિવસની આગાહી કરી છે તેમાં હવે વરસાદની શક્યતાઓ ન હોવાની અને રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!!
11
0
અન્ય લેખો