AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીGujarati Kheti
રાજ્યની નવી સરકારે પાક નુકસાની સામે બમણું વળતર આપવાની જોગવાઈ કરી !
⛈️ રાજ્યના નવા કૃષિમંત્રી રાઘવજી પટેલ હાલ જામનગરના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે, ત્યાં તેમણે ખેડૂતોને થયેલા નુકસાન સામે મળતી સહાયની જોગવાઈમાં સુધારા કરવા ભલામણ કરી છે. 👉 રાજ્યના નવા કૃષિમંત્રી રાઘવજી પટેલ હાલ જામનગરના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે, ત્યાં તેમણે ખેડૂતોને થયેલા નુકસાન સામે મળતી સહાયની જોગવાઈમાં સુધારા કરવા ભલામણ કરી છે. એક હેકટરમાં પાક ધોવાણના 10 હજારની જગ્યાએ 40 હજાર સહાય આપવા ભલામણ કરી છે, તો ખેડૂતને મૃત્યુ પામેલા પશુઓના મુદ્દે 3 ને બદલે 5 પશુઓ સુધી સહાય આપવા ભલામણ કરી છે. આ સાથે જ એક હેકટર જમીન ધોવાણની સહાય બમણી કરવાનું સૂચન કર્યું છે. 👉 એક હેકટર જમીન ધોવાણની સહાય 10 હજાર આપવાને બદલે 20 હજાર આપવા ભલામણ કરી છે. સરકાર દ્વારા ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેર કરવામાં આવશે. રાજ્યના નાવ કૃષિમંત્રી રાઘવજી પટેલે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત લીધી અને ખેડૂતોને સરકાર દ્વારા શક્ય તમામ મદદની ખાતરી આપી છે. 👉 ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ તરત જ સૌરાષ્ટ્રના અતિવૃષ્ટિ અસરગ્રસ્ત વિસ્તારો, ખાસ કરીને જામનગર અને રાજકોટની મુલાકાતે ગયા હતા. મુખ્યપ્રધાનએ જામનગરના ધુંવાવ ગામ ખાતે જાત તપાસ કરી અને વરસાદી અસરનું નિરીક્ષણ કર્યું. ત્યાં તેમણે કહ્યું હતું કે એકલા જામનગરમાં પ્રાથમિક નિરક્ષણ પ્રમાણે 41 હજાર હેક્ટર જમીનને નુકસાન થયું હોવાનો અંદાજ છે. મુખ્યપ્રધાને પણ તરત જ સર્વે કરવાના આદેશ આપી દીધા હતા. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Gujarati Kheti. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
30
3