ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
રાજ્યના આ 23 જિલ્લામાં અતિવૃષ્ટિના એંધાણ, 4 શહેરોમાં રેકોર્ડ તૂટ્યો
રાજ્યમાં ‘ભાદરવો અનરાધાર’ વરસતાં હવે અતિવૃષ્ટિની ભીતિ સેવાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં ૨૪ કલાકમાં ૧૬ ઇંચ વરસાદ પડયો છે. મંગળવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડતાં જનજીવનને માઠી અસર પહોંચી હતી. વડોદરામાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં ૩, બારડોલીમાં ૬, માંડવીમાં ૫, ધરમપુર-આહવા, વઘઈ, ખેરગામ અને સોનગઢમાં ૪ ઇંચ વરસાદ પડયો હતો. જૂનાગઢમાં એક કલાકમાં ૪ : ગીર સોમનાથના સૂત્રાપાડામાં ૪, વિસાવદરમાં છ. રાજ્યના ૨૩ જિલ્લામાં ૧૦૦ ટકા કરતા વધુ વરસાદ પડી ચૂક્યો છે અને હજુ આગામી દિવસોમાં ભારે વરસાદ પડાવની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જેથી ૧૦૦ ટકા કરતાં વધુ વરસાદ વાળા આ જિલ્લાઓમાં અતિવૃષ્ટિના એંધાણ વર્તાઈ રહ્યાં છે. અમદાવાદ, વડોદરા, નડીઆદ, સહિતના મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે. સંદર્ભ : સંદેશ ન્યૂઝ, 11 સપ્ટેમ્બર, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
12
0
સંબંધિત લેખ