AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાજગરા ની ખેતી પદ્ધતિ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રાજગરા ની ખેતી પદ્ધતિ !
જાતો : 👉ગુજરાત રાજગરો -૧ અને ગુજરાત રાજગરો - ર જાત સમગ્ર ગુજરાત રાજ્યમાં વાવેતર માટે ભલામણ કરેલ છે . વાવેતર સમય : 👉સમયસરની વાવણી કરવી એ સફળ ખેતી માટેનો મહત્ત્વનો મુદ્દો છે. 👉નવેમ્બર માસમાં ઠંડીની શરૂઆત થાય ત્યારે વાવેતર કરવાની ભલામણ છે. બિયારણનો દર : 👉એક હેકટર વિસ્તારમાં વાવેતર કરવા માટે ૨.૫ થી ૩ કિલો બિયારણની જરૂરિયાત રહે છે. વાવેતર અંતર : 👉રાજગરાની વાવણી પુંખી ને ન કરતા તરફેણ અથવા વાવણિયાથી કરવી, બે ચાસ વચ્ચે ૪૫ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૦ સે.મી.નું અંતર રાખીને વાવેતર કરવાની ભલામણ છે, 👉બીજ ને જમીનજન્ય કે ફુગજન્ય રોગો થી બચાવવા માટે થાયરામ કે કેપ્ટાન થી ૩ ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ બીજ માવજત કરવી. અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
12
5