સફળતાની વાર્તાRJ Raunac
રાજકોટ ના ખેડૂત ભાઈની સિદ્ધિ! કરે છે તગડી કમાણી !
રાજકોટ ના ખેડૂત ભાઈની સિદ્ધિ! કરે છે તગડી કમાણી ! સામાન્ય રીતે સ્ટ્રોબેરી ઠંડા પ્રદેશમા થતી હોય છે. તો ખાસ કરીને ભારતમા મહાબળેશ્વરની સ્ટ્રોબેરી ખૂબજ પ્રખ્યાત છે. ત્યારે રાજકોટ જિલ્લાના એક પ્રગતિશીલ ખે઼ડૂતે ગોમટા ગામે મહાબળેશ્વર જેવો માહોલ બનાવ્યો છે. લાલ ચટ્ટાક સ્ટ્રોબેરી જોઈને આપના મોઢામાં પાણી આવી ગયું હશે. એટલું જ નહિ સ્ટ્રોબેરીના ખટમીઠ્ઠા સ્વાદનો ચટકો દાઢે પણ વળગ્યો હશે. તો હવે રાજકોટ જિલ્લામા રહેતા લોકોએ સ્ટ્રોબેરીનો સ્વાજદ માણવા માટે નૈનિતાલ, હિમાચલ પ્રદેશ, દેહરાદૂન, મહાબળેશ્વરમાંથી આયાત થતી સ્ટ્રોબેરીની રાહ નહિ જોવી પડે. લાલ ચટ્ટાક સ્ટ્રોબેરી જોઈને આપના મોઢામાં પાણી આવી ગયું હશે. એટલું જ નહિ સ્ટ્રોબેરીના ખટમીઠ્ઠા સ્વાદનો ચટકો દાઢે પણ વળગ્યો હશે. તો હવે રાજકોટ જિલ્લામા રહેતા લોકોએ સ્ટ્રોબેરીનો સ્વાજદ માણવા માટે નૈનિતાલ, હિમાચલ પ્રદેશ, દેહરાદૂન, મહાબળેશ્વરમાંથી આયાત થતી સ્ટ્રોબેરીની રાહ નહિ જોવી પડે. ગોમટા ગામના પ્રગતિશીલ ખેડૂત રાજુભાઈ ધુલીયા અને ગીરીશભાઈ ધુલીયાએ સ્ટ્રોબેરીની ખેતીનો પ્રયોગ કર્યો છે. અંદાજિત ચાર એકર જમીનમાં સ્ટ્રોબેરીનો મબલક પાક લઇ બંને પ્રગતિશીલ ખેડૂત બની ચુક્યા છે. કારણ કે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોમટા ગામના પ્રગતિશીલ ખેડૂત રાજુભાઈ ધુલીયા અને ગીરીશભાઈ ધુલીયાએ સ્ટ્રોબેરીની ખેતીનો પ્રયોગ કર્યો છે. અંદાજિત ચાર એકર જમીનમાં સ્ટ્રોબેરીનો મબલક પાક લઇ બંને પ્રગતિશીલ ખેડૂત બની ચુક્યા છે. ખેડૂત રાજુભાઈ ધુલીયા અને ગીરીશભાઈ ધુલીયાએ જણાવ્યું હતું કે સ્ટ્રોબેરી પાંચેક પ્રકાર ની હોઈ છે. જેમાં વિન્ટર, સ્વીટ ચાર્લી, સેલ્વા અને નાભ્ય સહિતનાનો સમાવેશ થાય છે. સૌ પ્રથમ વિન્ટર અંગે વાત કરીએ તો વિન્ટર સ્ટ્રોબેરી અન્ય સ્ટ્રોબેરી કરતા જલ્દી આવતી હોઈ છે જયારે માલધારી સ્ટ્રોબેરીનો પાક બે મહિનામાં આવતો હોઈ છે આ સ્ટ્રોબેરીમાં મીઠાસ વધારે હોઈ છે અને જીવાત ઓછી થાઈ છે. ત્યારે આટલું તો ચોક્કસ કહી શકાય કે, ગુજરાત ખેડૂત સમૃદ્ધ બની રહ્યો છે. વિકાસશીલ બની રહ્યો છે. એક સમયે મહાબલેશ્વેરની સ્ટ્રોબેરીની મોનોપોલી હતી. મહાબળેશ્વર જનારા સહેલાણીઓ તેમના સબંધીઓ તથા મિત્રો માટે સ્ટ્રોબેરીની ભેટ લાવતા હતા. હવે સમય પલટાયો છે અને મહાબલેશ્વેરની સ્ટ્રોબેરીની સ્પર્ધામાં ટકી શકે તેવી સ્ટ્રોબેરીનું ઉત્પાદન રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોમટા ગામમાં જ થઈ રહ્યુ છે. હવે સમય પલટાયો છે અને મહાબલેશ્વેરની સ્ટ્રોબેરીની સ્પર્ધામાં ટકી શકે તેવી સ્ટ્રોબેરીનું ઉત્પાદન રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોમટા ગામમાં જ થઈ રહ્યુ છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો. સંદર્ભ : ન્યૂઝ 18 ગુજરાતી આપેલ ખેડૂત ની સફળતા ની વાત ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
30
6
અન્ય લેખો