AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાઈ ની માખીની ઇયળથી થતા નુકસાનને અટકાવો !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રાઈ ની માખીની ઇયળથી થતા નુકસાનને અટકાવો !
✨ રાયડો ઉગ્યા પછી ૧૦-૧૫ દિવસે આ માખીની ઇયળ પાન ઉપર ગોળ કાણાં પાડી નુકસાન કરતી હોય છે. ✨ આ ઇયળને અડકતાં ગુંચળું વળીને જમીન પર પડી જઇ મરી ગયાનો ઢોંગ કરતી હોય છે. ✨ વધુ ઉપદ્રવ હોય તો નાના છોડ પાન વગરના કરી દે છે અને ફરી વાવણી કરવાની જરુરિયાત ઉભી થતી હોય છે. ઉપદ્રવની શરુઆતે લીમડા આધારીત તૈયાર દવા ૨૦ (૧ ઈસી) થી ૪૦ (૦.૧૫ ઈસી) મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મેળવી છંટકાવ કરવો. ✨ આ જીવાતની વસ્તિ 2 ઇયળ પ્રતિ ચો.ફૂટ કરતા વધારે જણાય તો ડાયમેથોએટ ૩૦ ઇસી દવા ૧૦ મિલિ અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
18
6
અન્ય લેખો