AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાઈની માખીનું અસકારક નિયંત્રણ!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
રાઈની માખીનું અસકારક નિયંત્રણ!
🐛હાલ માં સમય અનુસાર રાયડા ન અપાક માં શરૂઆત ના સમય માં રાઈની માખીનું નુકશાન જોવા મળતું હોય છે જેને કારણે પાકમાં નુકશાન થાય છે તો ચાલો જાણીયે આ જીવાત નું સચોટ નિયંત્રણ વિશે. 🐛આ જીવાત પાકની શરૂઆતની અવસ્થામાં નુકશાન કરે છે. આ માખી ઈયળ અવસ્થાએ નુકશાન પહોંચાડે છે આ જીવાતની ઈયળો પાનમાં ગોળાકાર કાણા પાડીને નુકશાની કરે છે. જયારે વધુ ઉપદ્રવ વખતે છોડ પાન વિનાનો થઇ જાય છે. 🐛આ ઈયળ કાળા રંગની અને શરીર પર પાંચ લાંબા પટ્ટાવાળી હોય છે. આ ઈયળને જરા અડશો કે તુરત તે નીચે ખરી પડી ગૂંચળુ વળી જઈ મરી ગયાનો ઢોંગ કરે છે અને આ ખાસિયતના લીધે તેને સહેલાઈથી ઓળખી શકાય છે. 🐛આ ઈયળ ના સચોટ નિયંત્રણ માટે એગ્રોઆર જેમાં ડાયમેથોએટ 30% ઇસી સ્વરૂપ માં છે. આ દવા ને 25 મિલી/ પંપ અને સાથે છોડના જુસ્સાદાર વૃદ્ધિ વિકાસ માટે પાવર જેલ 25 ગ્રામ/ પંપ પ્રમાણે બંને દવા મિશ્રણ કરીને છંટકાવ કરવો. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
5
0