AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાઈની ખેતી માટે સારી જમીન પસંદ કરો
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રાઈની ખેતી માટે સારી જમીન પસંદ કરો
આપણા દેશમાં રાઈ ની વિવિધ જાતો ઉગાડવામાં આવે છે. જેમ કે પીળા રાયડા, ભૂરું અને તરમિરા વગેરે મુખ્ય છે. ભારતમાં રાઈના પાકને અસર કરતા કેટલાક મુખ્ય પરિબળો છે, જેમ કે, ખેતરની તૈયારી, વિસ્તારલક્ષી યોગ્ય જાતોની પસંદગી, સંતુલિત ખાતરોનો ઉપયોગ, પાક ના રોગ-જીવાતો અને નીંદણનું યોગ્ય નિયંત્રણ, ધુમ્મસ અને હિમનો પ્રકોપ યોગ્ય સમયે પાક કાપણી વગેરે મુખ્ય બાબતો છે.
જમીનની પસંદગી :રાઈનો પાક સમતલ અને સારી નિતારવાળી જમીનમાં સારી ઉપજ આપે છે. સારી ઉત્પાદન માટે જમીનનું પીએચ લેવલ 6-7 હોવું જોઈએ. વધુ ક્ષારીય જમીન આ ખેતી માટે યોગ્ય નથી. બિન સિંચાઈ સ્થિતિ: બિન-સિંચાઈવાળા વિસ્તારોમાં ભેજની જાળવણી પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. છેલ્લી ખેડ વખતે 5 થી 10 ટન છાણીયું ખાતરનો ઉપયોગ ફાયદાકારક છે, સાથે 25 થી 30 કિલો નાઇટ્રોજન, 25 થી 35 કિલો ફોસ્ફરસ, 25 કિલો પોટાશ અને 20 કિલો સલ્ફર 90% હેકટરમાં ઉપયોગ કરવો જોઈએ. તેમ છતાં જમીન ચકાસણી મુજબ ખાતરોનો ઉપયોગ ફાયદાકારક છે. સિંચાઈની સ્થિતિ: પિયતવાળા વિસ્તારોમાં પહેલી ખેડ હળથી કરી અને ત્યારબાદ હેરો હળ વડે બે-ત્રણ વાર ખેડ કરવી જોઈએ. પિયતવાળા વિસ્તારમાં ખેડ પછી સમાર દ્વારા જમીન સમતલ કરવી જોઈએ. છેલ્લી ખેડ વખતે, 15 થી 20 ટન છાણીયું ખાતર અથવા કમ્પોસ્ટ ખાતર જમીનમાં ઉમેરો. સાથે 55 થી 60 કિલો નાઇટ્રોજન, 60 કિલો ફોસ્ફરસ, 60 કિલો પોટાશ અને 20 કિલો સલ્ફરનો ઉપયોગ પ્રતિ હેકટરે કરવો જોઈએ. ઉત્પાદન વધારવા માટેના મુખ્ય મુદ્દાઓ: 1. વિસ્તાર અને જમીન અનુસાર જાત પસંદ કરો 2. ખાતરનો સંતુલિત ઉપયોગ કરો. 3. દેશી જાતો છોડીને હાયબ્રીડ જાતો વાવવાથી ઉત્પાદકતામાં 15% થી 20% સુધી વધારો કરી શકાય છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
148
1
અન્ય લેખો