AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાઇ/રાયડામાં મોલોનું સંકલિત નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રાઇ/રાયડામાં મોલોનું સંકલિત નિયંત્રણ
મોલોની શરુઆત નવેમ્બર -ડીસેમ્બર મહિનાથી થઇ જતી હોય છે. મોલો દ્વારા રસ ચૂસવાથી પાંદડા પીળા પડી ખરી જાય છે. જયારે ફૂલ, શીંગો અને કુમળી ડૂંખો સૂકાઇ જાય છે. મોલોમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે તેને લીધે કાળી ફૂગનો વિકાસ થતા આખો છોડ કાળો પડી જાય છે અને પ્રકાશસંશ્વલેષણની ક્રિયા અટકી પડે છે. જેના પરિણામે ઉત્પાદન અને ગુણવતામાં ઘટાડો થાય છે. ઉપરાંત દાણામાં તેલનું પ્રમાણ પણ ઘટે છે. સંકલિત વ્યવસ્થાપન: o ભલામણ મુજબ નાઇટ્રોજનયુક્ત ખાતર અને પિયત આપવું. o ખેતરમાં પીળા રંગના ચીકણા પીંજર (યલો સ્ટીકી ટ્રેપ) ગોઠવવા. o આ જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં લીમડા આધારીત તૈયાર દવા ૧૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી‌) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છંટકાવ કરવો. o મોલોનો ઉપદ્રવ વધતો જણાય તો ઇમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુજી ૨ ગ્રામ અથવા થાયોમેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા સાયપરમેથ્રીંન ૪૦% + પ્રોફેનોફોસ ૪% ૧૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિ.લિ. અથવા કાર્બોસલ્ફાન ૨૫ ઇસી ૧૦ મિ.લિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
o પાક ફૂલ અવસ્થાએ હોય ત્યારે દવા સાંજના સમયે છાંટવી કારણ કે સવારના સમયમાં મધમાખીની આવન જાવન વધુ પ્રમાણમાં હોય છે. o પરભક્ષી દાળિયા અને પરજીવીની વસ્તી જો ખેતરમાં વધુ જણાય તો જંતુનાશક દવા છાંટવાનું ટાળવું. ડૉ. ટી. એમ. ભરપોડા_x000D_ ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર_x000D_ બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
124
1
અન્ય લેખો