AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાઇની માખીની ઇયળનું સંકલિત વ્યવસ્થાપન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રાઇની માખીની ઇયળનું સંકલિત વ્યવસ્થાપન
રાઇ/રાયડાનું દુનિયામાં વધુમાં વધુ ઉત્પાદન કરતો દેશ કેનેડા છે. ભારતમાં સૌથી વધુ રાયડાનું ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે અને ત્યાર પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાના, પંજાબ ગુજરાત અને મહારાષ્ટ્રાનો સમાવેશ થાય છે. આ પાકમાં રાઇની માખીનો ઉપદ્રવ પાકની શરુઆતની અવસ્થાએ આવતો હોવાથી આ ઇયળ માટે સવિષેશ કાળજી રાખવી જરુરી છે. આની ઈયળને અડકતાં ગુચળુ વળીને જમીન પર પડી જઈને મરી ગયાનો ઢોંગ કરે છે. રાઇનો પાક ૧૫ થી ૨૦ દિવસનો થાય ત્યારથી આ જીવાત પાનમાં ગોળાકાર કાણાં પાડીને નુકસાન કરે છે. પાનની નીચેની બાજુએ એક કરતા વધારે ઇયળો જોવા મળે છે. કેટલીક વખત ઉપદ્રવ વધુ હોય તો નાના છોડ પાન વગરના થઇ જાય છે. આવા સંજોગોમાં ફરીથી વાવણી કરવાની જરુરીયાત ઉભી થાય છે.
સંકલિત વ્યવસ્થાપન: o ઉપદ્રવની શરૂઆતમાં ઇયળોને હાથથી વીણી લઇ કેરોસીનવાળા પાણીમાં નાખી નાશ કરવો. o આ જીવાતની વસ્તી ૨ ઇયળ પ્રતિ ચો. ફુટ કરતાં વધારે હોય ત્યારે લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા આધારીત તૈયાર દવા ૨૦ (૧ ઈસી) થી ૪૦ (૦.૧૫ ઈસી) મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મેળવી છંટકાવ કરવો. o આ ઇયળના નિયંત્રણ માટે બુવેરિયા બેસીઆના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરી બાયોપેસ્ટીસાઇડનો લાભ લઇ શકાય. o તેમ છતાં ઉપદ્રવ કાબુમાં ન આવે તો ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ઈમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુજી ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. o ભૂકીરૂપ કીટનાશક દવા ક્વિનાલફોસ ૧.૫ ટકા અથવા ક્લોરપાયરીફોસ ૨ ટકા ભૂકી પ્રતિ હેક્ટરે ૨૦ થી ૨૫ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો. ભૂકારુપી દવાઓનો વાતાવરણ અને પરજીવી અને પરભક્ષી કિટકોને અસર કરતી હોવાથી આ દવાઓનો આગ્રહ ઓછો રાખવો. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
255
1
અન્ય લેખો