AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાંધણ ગેસના ભાવમાં થયો ઘટાડો
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
રાંધણ ગેસના ભાવમાં થયો ઘટાડો
💯વડા પ્રધાન નરેંદ્ર મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે મહિલા દિવસના અવસર પર દેશની કરોડો બેહનો માટે સરકારે રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે. પીએમ મોદી પોતાના ટ્વીટમાં લખીને જણાવ્યુ કે, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર અમે એલપીજી સિલિન્ડર એટલે કે રાંધણ ગેસના ભાવમાં 100 રૂપિયાની છુટ આપવાનો મોટો નિર્ણય લીધો છે. જેથી નારી શક્તિનું જીવન સરળ બનશે. એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઘટશે. 💯પીએમ મોદી પોતાના ટ્વીટમાં આગળ લખ્યું કે આ પગલું પર્યાવરણ સરંક્ષણમાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. 💯હવે કયા શહેરમાં કેટલાનું મળશે રાંધણ ગેસનો બાટલો પીએમના આ નિર્ણય પછી લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. કેમ કે ઓગસ્ટ 2023 પછી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યું છે. તેથી પહેલા સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનું ઘટાડો કરવામાં આવ્યો હતો અને આજે ફરીથી કેન્દ્ર સરકાર લોકોને મોટી ભેટ આપતા તેના ભાવમાં 100 રૂપિયાનું ઘટાડો કર્યો છે. જો આપણે જુદા-જુદા શહેરમાં સિલિન્ડરના નવા ભાવની વાત કરીએ તો પાટનગર દિલ્લીમાં હવે રાંધણ ગેસના ભાવ 902 રૂપિયાથી ઘટીને 802 થઈ ગયા છે. આવી જ રીતે હવે અમદાવાદને રાંધણ ગેસ 810 રૂપિયામાં મળશે. બીજા શહેરો જેમ કે મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં હવે રાંઘણ ગેસના ભાવ ઘટીને 802.50, 918.50 અને 818.50 રૂપિયા થઈ ગયા છે. 💯ઉજ્જવલા યોજનાની સબસિડીમાં પણ વધારો રાંધણ ગેસના ભાવનાં 100 રૂપિયાના ઘટાડા સાથે કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના હેઠળ મળતી સબસિડીને પણ વધારી દીધી છે. હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં 200ની જગ્યાએ 300 રૂપિયા ટ્રાંસફર કરવામાં આવશે. મહિલા દિવસન અવસર પર લેવામાં આવેલ આટલા મોટા નિર્ણયથી ચારો કોરે ખુશીઓ વેંહચાઈ ગઈ છે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!!
21
0
અન્ય લેખો