AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રસોઈ ગેસ સિલેન્ડર અહીં બુક કરવો પરત મળશે 900 રૂપિયા !
સમાચારGSTV
રસોઈ ગેસ સિલેન્ડર અહીં બુક કરવો પરત મળશે 900 રૂપિયા !
રસોઈ ગેસની વધતી કિંમતોના કારણે લોકોના ખર્ચા પણ વધ્યા છે. છેલ્લા કેટલાક મહિનાથી સિલેન્ડરની કિંમતોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. હાલમાં જૂલાઈ મહિનામાં સબ્સિડી વગરના એલપીજી સિલેન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો વળી કોમર્શિયલ સિલેન્ડરની કિંમતોમાં 84 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આવા સમયે પેટીએમ તરફથી ખાસ ઓફર આપવામાં આવી રહી છે. જેમાં સિલેન્ડર બુકીંગ કરવા પર આપ 900 રૂપિયા સુધીનું કૈશબેક મેળવી શકો છો. એટલે કે, સિલેન્ડર બુકીંગ પર 900 રૂપિયા સુધીનો ફાયદો થશે. 🔅 ઈંડિયન ઓયલે આપી છે જાણકારી: ઈંડિયન ઓયલે મંગળવારે સત્તાવાર ટ્વિટર હેંડલ પર પેટીએમથી 900 રૂપિયાના કૈશબેક મળવાની જાણકારી આપી છે. ઈંડિયન ઓયલ લખે છે કે, પીટીએમ દ્વારા ઈંડેન એલપીજી રિફિલ બુકીંગ પર 900 રૂપિયા સુધીનું કૈશબેક સાથે ઓયલ કંપનીએ સિલેન્ડર બુક કરવા માટેની એક લિંક પણ આપી છે. 🔅 ક્યા લોકોને ફાયદો મળશે: પેટીએમ પોતાના યુઝર્સને ફાયદો કરાવી રહ્યુ છે. જે ગ્રાહકો પહેલી વાર પેટીએમ એપના માધ્યમથી એલપીજી સિલેન્ડર બુક કરાવશે, તેમને 900 રૂપિયા સુધીનો ફાયદો મળશે. ખાસ વાત એ છે કે, યુઝર્સ 3 LPG cylinder બુક કરવા સુધી 900 રૂપિયાનું કૈશબેક મેળવી શકશે. 🔅 કેવી રીતે કરાવશો બુકીંગ: તેના માટે આપે સૌથી પહેલા પેટીએમ એપ ડાઉનલોડ કરવાની રહેશે. તેમાં લોગિન કર્યા બાદ આપ Book a Cylinder આઈકોન પર ટેપ કરવાનું રહેશે. આપ ડાયરેક્ટ સર્ચ કરીને પણ આ ઓપ્શનમાં જઈ શકો છો. અથવા તો Recharge And Bill Pay ઓપ્શનમાં પણ આવુ કરી શકો છો. અહીં ત્રણ વિકલ્પ મળશે, ભારત ગેસ, ઈંડેન ગેસ અને એચપી ગેસ. આમાથી ગેસ પ્રોવાઈડરની પસંદગી કરો. ગેસ પ્રોવાઈડરની પસંદગી કર્યા બાદ આપનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા એલપીજી આઈડી અથવા ગ્રાહક નંબર નાખો. ત્યાર બાદ નિશ્ચિત પ્રોસેસ ફોલો કરતા જાવ અને આપનો સિલેન્ડર બુક થઈ જશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
52
10
અન્ય લેખો