AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રસાયણિક ખાતર કરતાંય  છે વધારે પાવરફૂલ!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
રસાયણિક ખાતર કરતાંય છે વધારે પાવરફૂલ!
🌟યુરિયા એક રાસાયણિક ખાતર છે. તે પાકને તાત્કાલિક પોષણ આપે છે. પરંતુ લાંબા ગાળે તે જમીનની ફળદ્રુપતા ઘટાડી દે છે. જ્યારે છાણિયું ખાતર એક કુદરતી ખાતર છે. જે જમીનની ફળદ્રુુપતા વધારે છે. 🌟દેશી છાણિયું ખાતર યુરિયા ખાતરની સરખામણીમાં 2-3 ગણું પાવરફૂલ હોય છે. કારણ કે, છાણિયા ખાતરમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને અન્ય સૂક્ષ્મ પોષક તત્ત્વો સંતુલિત માત્રામાં હોય છે. જેથી આ ખાતર પાક તથા જમીનને પોષણ આપે છે. 🌟ખેડૂત રામસિંહએ જણાવ્યું કે, હું છેલ્લા પાંચ વર્ષથી મારા ખેતરમાં છાણિયા ખાતરનો ઉપયોગ કરી રહ્યો છું. જેથી મારા ખેતરમાં પાકની ગુણવત્તા અને ઉત્પાદન વધ્યું છે. યુરિયા ખાતરની સરખામણીમાં છાણિયું ખાતર વધારે લાભદાયી છે. 🌟છાણિયું ખાતર જમીનમાં હ્યુમસનું પ્રમાણ વધારે છે, જેથી જમીનમાં ભેજ જાળવી રાખવાની ક્ષમતા વધી જાય છે. સાથોસાથ તે જમીનના પ્રાકૃતિક ગુણોને નાશ પામવા દેતું નથી. છાણિયા ખાતરનો પ્રભાવ લાંબાગાળા સુધી જોવા મળે છે. તેના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા વધે છે. તે માટીમાં રહેલા સુક્ષ્મજીવોની ગતિવિધિને પ્રોત્સાહન આપે છે. જે પાકને જરૂરી પોષક તત્ત્વો પૂરા પાડે છે. છાણિયા ખાતરથી જમીન પ્રદુષિત થતી નથી. 🌟ગાયના છાણમાંથી ખાતર બનાવવા માટે સૌ પ્રથમ 15 કિલો છાણ, 15 લીટર ગૌમુત્ર, 1 કિલો બેસન, 1 કિલો ગોળ અને પીપળા અથવા વડના ઝાડની નીચેની 2 કિલો માટેને એક મોટા ડ્રમમાં મિક્સ કરવી જોઈએ. આ મિશ્રણને 10 દિવસ સુધી છાયાવાળી જગ્યામાં મૂકી રાખવું જોઈએ. દરરોજ આ મિશ્રણને હલવાતા રહેવું જોઈએ. જેથી ખાતરમાં રહેલા જીવાણુઓને ઓક્સિજન મળી રહે છે. જેથી તેની સંખ્યામાં વધારો થાય છે. 10-15 દિવસ બાદ આ મિશ્રણને છાણના ઢગલા પર છાંટી દો. આવું કરવાથી સામાન્ય છાણ પણ ખાતર બની જશે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
31
0
અન્ય લેખો