AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રસદાર દ્રાક્ષની નવી જાત,એઆરઆઈ પુણે માં વિકસિત કરાઈ
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
રસદાર દ્રાક્ષની નવી જાત,એઆરઆઈ પુણે માં વિકસિત કરાઈ
પુણે - પુણે સ્થિત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સ્વાયત સંસ્થા આધારકર સંશોધન સંસ્થાએ રસદાર દ્રાક્ષની એક નવી જાત વિકસાવી છે, જેમાં ફૂગ પ્રતિરોધક હોવાની સાથે સાથે સારી ઉપજ પણ આપે છે._x000D_ એવું કહેવામાં આવે છે કે રસદાર દ્રાક્ષની આ જાત જ્યુસ, જામ અને રેડ વાઇન બનાવવામાં ખૂબ ઉપયોગી છે, તેથી આ પ્રકારની દ્રાક્ષથી ખેડુતો ખૂબ ઉત્સાહિત છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે દ્રાક્ષની આ વર્ણસંકર જાત એઆરઆઈ- 516 બે જુદી જુદી જાતો અમેરિકી કાટવાબા અને વિટિસ વિનિફેરાને જોડીને બનાવવામાં આવી છે અને તે બીજ મુક્ત તેમજ ફૂગ પ્રતિરોધક છે. સાથે તેની ગુણવત્તા માટે પણ જાણીતી છે._x000D_ મહારાષ્ટ્ર એસોસિએશન ફોર કલ્ટીવેશન સાયન્સ (એમએસીએસ), એઆરઆઈના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. સુજાતા તેતાલી દ્વારા વિકસિત કરેલ આ દ્રાક્ષની જાત 110-120 દિવસમાં પાકી ને તૈયાર થઇ જાય છે. દ્રાક્ષ ની આ જાત મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ, પંજાબ અને પશ્ચિમ બંગાળના હવામાનને સારી રીતે અનુકૂળ છે. ભારત વિશ્વના દ્રાક્ષ ઉત્પાદક દેશોમાંનો એક છે અને વિદેશમાં ભારતીય દ્રાક્ષની ખૂબ માંગ રહે છે._x000D_ સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, 12 માર્ચ 2020_x000D_ આ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો._x000D_
48
0
અન્ય લેખો