કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
રવી પાકનું વાવેતર 600 લાખ હેક્ટરને પાર
નવી દિલ્હી: ચાલુ રવિ પાકની વાવણી 600.32 લાખ હેક્ટરમાં થઇ ગઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 38.37 લાખ હેક્ટર વધુ છે. ગયા વર્ષે આ સમય સુધીમાં માત્ર 561.95 લાખ હેક્ટરમાં પાકનું વાવેતર થયું હતું. ઓક્ટોબર અને નવેમ્બરમાં કેટલાક રાજ્યોમાં વરસાદને કારણે ઘઉંની સાથે કઠોળ અને અનાજની વાવણીમાં વધારો થયો છે.
કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મુખ્ય રવિ પાકના ઘઉંનું વાવેતર ચાલુ સીઝનમાં વધીને 312.81 લાખ હેક્ટર થયું છે, જે સામાન્ય ક્ષેત્રફળ 305.58 લાખ હેક્ટર કરતા વધારે છે. ગયા વર્ષે આ સમય સુધીમાં ઘઉંનું વાવેતર 286.23 લાખ હેક્ટરમાં થયું હતું. વર્તમાન રવીમાં કઠોળનું વાવેતર પણ વધીને 146.24 લાખ હેક્ટર થયું છે જ્યારે ગયા વર્ષ સુધીમાં 142.22 લાખ હેક્ટરમાં કઠોળનું વાવેતર થયું હતું._x000D_ રવી કઠોળનો મુખ્ય પાક ચણાનું વાવેતર ગયા વર્ષે 93.19 લાખ હેક્ટરથી વધીને 98.52 લાખ હેકટર થયું છે.વર્તમાન રવીમાં અન્ય કઠોળનું વાવેતર 5.24 લાખ હેક્ટરમાં થયું છે જ્યારે ગયા વર્ષે આ સમય સુધીમાં 5.52 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે._x000D_ _x000D_ સંદર્ભ: આઉટલુક એગ્રીકલ્ચર, 03 જાન્યુઆરી 2020_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
1274
0
અન્ય લેખો